નાગરિકતા કાયદા પર પ્રદર્શનમાં ZEE NEWSની ટીમ પર હુમલો, કેમેરો પણ તોડ્યો
ZEE NEWSના સંવાદદાતાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું જ્યારે તેઓ પ્રદર્શનકારીઓ સાથે વાતચીતનો પ્રયાસ કરી રહ્યાં હતા.
Trending Photos
નવી દિલ્હીઃ સીએએ વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ સુખદેવ વિહારમાં ZEE NEWSની ટીમ પર હુમલો કર્યો છે. ટીમની સાથે ધક્કા-મુક્કી કરી છે. ZEE NEWSના સંવાદદાતા જિતેન્દ્ર શર્મા અને નીરજ ગૌડની સાથે મારપીટ કરવામાં આવી છે. CAA વિરોધી પ્રદર્શન કરી રહેલા લોકોએ મારપીટ કરી છે. ZEE NEWSના સંવાદદાતા સાથે ખરાબ વર્તન તે સમયે કરવામાં આવ્યું જ્યારે તે પ્રદર્શનકારીઓ સાથે વાતચીતનો પ્રયત્ન કરી રહ્યાં હતા. પ્રદર્શન કરી રહેલા લોકોએ ZEE NEWSનો કેમેરો પણ તોડી દીધો હતો. કેમેરામેન કમર ખાન અને વિનાયકને માર પણ માર્યો છે.
આ રીતે એક અન્ય મામલામાં સીએએના વિરોધ પ્રદર્શન વચ્ચે એક યુવકે આજે જામિયા વિસ્તારમાં ગોળી પણ ચલાવી દીધી હતી. હકીકમતાં જામિયાના વિદ્યાર્થીઓએ દિલ્હીમાં માર્ચનું આયોજન કર્યું હતું. જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ રાજઘાટ સુધી જવાની હતી. પરંતુ પોલીસે તેની મંજૂરી આપી નથી. હોલી ફેમલી હોસ્પિટલની પાસે પોલીસ તૈનાત હતી, પોલીસ માર્ચને રોકવાની વાત કરી રહી હતી ત્યારે ટોળાની વચ્ચે નિકળીને સામે આવેલા એક યુવકે ગોળી ચલાવી દીધી હતી. ગોળી જામિયાના વિદ્યાર્થી શાદાબને લાગી હતી.
શાદાબને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે. આરોપી વિશે જે પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે આરોપી સગીર છે અને તેની ઉંમર 17 વર્ષ છે. આરોપીના આધાર કાર્ડ પ્રમાણે તેનું નામ ગોપાલ શર્મા છે. તે ગૌતમબુદ્ધ નગર (નોઇડા)ના જેવરના ઘોડીવાલામાં રહે છે. તે પણ જાણવા મળી રહ્યું છે કે તેના પિતાને પાનની દુકાન છે. શાદાબ જામિયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે. હાલ આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે