રાજસ્થાન: સચીન પાયલોટને ઘેરવા BJPએ ખેલ્યું મુસ્લિમ કાર્ડ, એકમાત્ર મુસ્લિમ નેતાને મેદાને ઉતાર્યા

 જયપુર ભારતીય જનતા પાર્ટીએ ટોંક વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવાર બદલીને ત્યાંના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના તેમજ પીડબલ્યુડી મંત્રી યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ખાનનો મુકાલબો કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સચીન પાયલોટ સાથે થશે. બીજેપીએ અંતિમ સમયે પોતાની રાજનીતિમાં બદલાવ કરતા આ મુસ્લિમ બહુમતીવાળી સીટ પર સચીન પાયલટને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 

રાજસ્થાન: સચીન પાયલોટને ઘેરવા BJPએ ખેલ્યું મુસ્લિમ કાર્ડ, એકમાત્ર મુસ્લિમ નેતાને મેદાને ઉતાર્યા

જયપુર : જયપુર ભારતીય જનતા પાર્ટીએ ટોંક વિધાનસભા સીટ પર પોતાના ઉમેદવાર બદલીને ત્યાંના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના તેમજ પીડબલ્યુડી મંત્રી યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ખાનનો મુકાલબો કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સચીન પાયલોટ સાથે થશે. બીજેપીએ અંતિમ સમયે પોતાની રાજનીતિમાં બદલાવ કરતા આ મુસ્લિમ બહુમતીવાળી સીટ પર સચીન પાયલટને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 

બીજેપીએ સોમવારે જાહેર કરેલ ઉમેદવારોના અંતિમ લિસ્ટમાં યુનુસ ખાનનું નામ ટોંક સીટથી સામેલ કર્યું છે. પાર્ટીએ આ પહેલા અહીંથી પોતાના હાલના ધારાસભ્ય અજિત સિંહ મેહતાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કોંગ્રેસ જ્યારે મુસ્લિમ બહુમતી ટોંક સીટથી પાયલટને ઉતારવાની જાહેરાત કરી, તો એ અટકળો પ્રબળ બની હતી કે, બીજેપી પોતાનો ઉમેદવાર બદલીને યુનુસ ખાનને ઉતારી શકે છે.

ત્રણ લિસ્ટમાં નામ સામેલ કર્યું ન હતું
યુનુસ ખાન વસુંધરા સરકારમાં પીડબલ્યુડી મંત્રી છે. તેમને મુખ્યમંત્રી રાજેના અંગત માનવામાં આવે છે. શરૂઆતના ત્રણ લિસ્ટમાં ડીડવાનાથી ટિકીટ ન મળવા પર ખાનના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી, અને જયપુર પહોંચ્યા હતા. આ ચર્ચાને બળ મળતા, આ વખતે બીજેપી ઉત્તર પ્રદેશના તર્જ પર રાજસ્થાનમાં પણ હિન્દુત્વ કાર્ડ ખેલી રહી છે. પાર્ટીએ પહેલા લિસ્ટમાં નાગૌરથી બે વાર ધારાસભ્ય રહેલ હબીર્બુરહમાનની ટિકીટ કાપી નાખી હતી. પાર્ટીએ હિન્દુત્વવાદી છબીના નેતા જ્ઞાનદેવ આહુજા અને બનવારી લાલ સિંઘલને ટિકીટ આપી હતી. આવામાં યુનુસની ટિકીટ પર મહોર લાગવી સહેલુ ન હતું. જોકે, ટિકીટ ન મળવાના સવાલ પર ખુદ યુનુસે કહ્યું હતું કે, પાર્ટીનો જે પણ નિર્ણય હશે, તે તેમને મંજૂર રહેશે. 

ડીડવાના સીટતી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે
વસુંધરા રાજે સરકારમાં કદાવર મંત્રી રહેલા યુનુસર ખાન હાલ ડીડવાનાથી ધારાસભ્ય છે. ખાનને બીજેપીએ 1998માં પહેલીવાર ડીડવાનાથી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તે પહેલી ચૂંટણી હારી ગયા હતા. 2003માં બીજેપીએ તેમના પર ફરીથી ભરોસો મૂક્યો હતો. જે ખરો સાબિત થયો, અને કોંગ્રેસના રુપા રામ ડુડીને હરાવીને યુનુસ ખાન પહેલીવાર વિધાનસભઆ પહોંચ્યા હતા. જોકે, 2008માં તેઓ રુપા રામ ડુડી સામે ઈલેક્શન હારી ગયા હતા. પંરતુ 2013માં તેઓ ફરીથી જીત્યા હતા. 

સચીન પાયલટ માટે મોટી ટક્કર
ટોંક વિધાનસભામાં ગત 46 વર્ષની પરંપરાને તોડીને કોંગ્રેસે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાલટને આ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા કોંગ્રેસ માત્ર મુસ્લિમ સમુદાયના ઉમેદવારને જ ટિકીટ ફાળવતી હતી. સચીન પહેલીવાર વિધાનસભા ઈલેક્શન લડી રહ્યા છે. સચીન 2004માં દૌસા અને તેના બાદ 2009માં અજમેરના સાંસદ બન્યા હતા. 2014માં તેઓ હારી ગયા હતા. ટોંક વિધાનસભામાં અંદાજે 2 લાખ 22 હજાર મતદાતા છે. અંદાજે 50 હજાર મુસ્લિમ વોટર્સ છે. તો 30 હજાર ગુજ્જર સમુદાયના મતદાતા છે. સચીન ખુદ ગુજ્જર સમુદાયમાંથી આવે છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news