ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!
Ration Card Yojana 2024: સસ્તા અનાજ મેળવવા સિવાય રાશન કાર્ડ બહુ ઉપયોગી વસ્તુ છે, રાશન કાર્ડ દ્વારા તમે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો
Trending Photos
Ration Card Yojana 2024: રાશન કાર્ડમાં સસ્તુ અનાજ મળે. લગભગ બધાની માન્યતાઓ એવી જ હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે, રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે. રાશન કાર્ડ જે પરિવાર પાસે છે, તેએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે. જો તમારી પાસે રાશન કાર્ડ નથી, તો તમે પણ તાત્કાલિક અસરથી રાશન કાર્ડ બનાવી લો અને આ સરકારની યોજનાઓનો લાભ લો. આજે અહી તમને એવી 7 સરકારી યોજનાઓની માહિતી આપીશું, જે રાશન કાર્ડના માધ્યમથી તમને મળી શકે છે.
Ration Card Yojana 2024
- પ્રધાનમંત્રી પાક વીમા યોજના
- ઉજ્વલા યોજના
- પ્રધાનમંત્રી આવાસ યોજના
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
- શ્રમિક કાર્ડ યોજના
- પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
- મફત સિલાઈ મશીન યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવન રક્ષક યોજના છે. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના પાકનો વીમો ઉતારવામા આવે છે. જો ખેડૂતોને કોઈ નુકસાન થાય, તો તેમને સરકાર રૂપિયા આપે છે. તેમાં 50 ટકા પ્રીમિયમ ખેડૂતોને અને 50 ટકા પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. નુકસાન થવા પર ખેડૂતોને 200000 સુધીનો વીમો આપવામાં આવે છે.
મફત સિલાઈ મશીન યોજના
મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત સીલાઈ યોજના શરૂ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેમાં તેઓ ઘર બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.
ઉજ્વલા યોજના
આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી, 2016 ના રોજ થઈ હતી. તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે. યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. તેના બાદ સરકાર ગેસ સિલેન્ડર ભરાવવા પર સબસીડી પણ આપે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
આ યોજના અંતર્ગત સરકાર એ લોકોને પાકુ ઘર બનાવવા આર્થિક મદદ કરે છે, જેમની પાસે પોતાનું ઘર નથી. સરકાર ગ્રામીણ વિસ્તારો માટે 130000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 120000 રૂપિયા આપે છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના છે. આ યોજના હેઠળ લોકોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ ₹500નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સાથે, તેમને તેમના વ્યવસાય માટે ટૂલકિટ ખરીદવા માટે સરકાર દ્વારા ₹15,000 પણ આપવામાં આવશે, જે તેમને સરકારને પરત કરવાની જરૂર નથી.
શ્રમિક કાર્ડ યોજના
શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે, જેમની ઉમર 18 થી વધુની હોય. તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા, બાળકોના અભ્યાસ માટે રૂપિયા, ઘર બનાવવા માટે સ્વાસ્થય વીમાનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારા કોઈ પણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે, જેની ઉંમર 60 વર્ષથી વધુ ન હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે