Wrestlers Protest: હરિદ્વારમાં રેસલરોએ ગંગા નદીમાં મેડલ વહાવવાનો નિર્ણય ટાળ્યો, કિસાન નેતાઓએ મનાવતા લીધો નિર્ણય

Wrestlers Protest News: દિલ્હી પોલીસ તરફથી કસ્ટડીમાં લેવા અને જંતર-મંતર પરથી હટાવ્યા બાદ રેસલરોએ મંગળવારે કહ્યુ હતું કે આકરી મહેનતથી જીતેલા મેડલ ગંગામાં ફેંકી દેશું. 

Wrestlers Protest: હરિદ્વારમાં રેસલરોએ ગંગા નદીમાં મેડલ વહાવવાનો નિર્ણય ટાળ્યો, કિસાન નેતાઓએ મનાવતા લીધો નિર્ણય

હરિદ્વારઃ Wrestlers Immerse Medals: ભારતીય કુશ્તી સંઘ (WFI) ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા રેસલરોએ મંગળવારે પોતાનો મેડલ હરિદ્વારમાં ગંગા નદી (Ganga River) માં પોતાનો મેડલ વહાવવા પહોંચ્યા હતા. પરંતુ કિસાન નેતાએ તેને મનાવી લીધા છે. રેસલરોએ ખેડૂત નેતા નરેશ ટિકૈતની વાત માનતા પોતાના મેડલ તેમને સોંપી દીધા છે. સાથે રેસલરો હરિદ્વારથી પરત ફરી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે નરેશ ટિકૈતે રેસલરો પાસે પાંચ દિવસનો સમય માંગ્યો છે. 

આ પહેલાં દિલ્હી પોલીસ તરફથી કસ્ટડીમાં લેવા અને જંતર-મંતર (Jantar-Mantar)થી ધરણા સ્થળથી હટાવ્યા બાદ રેસલરોએ મંગળવારે કહ્યું હતું કે મહેનતથી જીતેલા મેડલ ગંગા નદીમાં ફેંકી દેશું અને ઈન્ડિયા ગેટ પર આમરણ અનશન પર બેસીશું.

— ANI (@ANI) May 30, 2023

રિયો ઓલિમ્પિક્સ 2016 બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે તેના ટ્વિટર હેન્ડલ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુસ્તીબાજો મંગળવારે સાંજે 6 વાગ્યે પવિત્ર નદીમાં મેડલને વહાવવા માટે હરિદ્વાર જશે. સાક્ષીએ નિવેદનમાં કહ્યું હતું કે, “મેડલ અમારૂ જીવ છે, અમારો આત્મા છે. અમે તેમને ગંગામાં વહાવવાના છીએ. ગંગામાં વહી ગયા પછી અમારા જીવનનો કોઈ અર્થ નહીં રહે, તેથી અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું.'' રેસલર વિનેશ ફોગાટે પણ આ નિવેદન શેર કર્યું છે.

— ANI (@ANI) May 30, 2023

શ્રી ગંગા સભાએ કર્યો વિરોધ
બીજી તરફ રેસલરો દ્વારા ગંગામાં મેડલ વહાવવાને લઈને શ્રી ગંગા સભાએ વિરોધ કર્યો હતો. સભાના અધ્યક્ષ નિતિન ગૌતમે કહ્યુ હતુ કે ગંગાનું ક્ષેત્ર છે, તેને રાજનીતિનો અખાડો ન બનાવો. મેડલ રમતની અસ્થિઓ નથી. રમત અજર-અમર છે, પૂજા કરો, સ્વાગત છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. નિતિન ગૌતમે કહ્યુ હતું કે અમે મેડલ પ્રવાહિત કરવાથી રોકીશું. 

કોંગ્રેસે મેડલ ન વહાવવાની અપીલ કરી હતી
આ સિવાય કોંગ્રેસે કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી. કોંગ્રેસના મહાનગર પ્રમુખ સતપાલ બ્રહ્મચારીએ કહ્યું કે તમારી મહેનત ગંગામાં વેડફશો નહીં, સંઘર્ષના બીજા રસ્તા પણ છે. તે જ સમયે, ખેડૂત નેતા રાકેશ ટિકૌતે કુસ્તીબાજોને તેમના મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news