મુંબઈ: લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ
મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનથી મુસાફરી કરનારા મુસાફરો પર કેમિકલ એટેકનું જોખમ તોળાઈ રહ્યું છે.
Trending Photos
મુંબઈ: મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનથી મુસાફરી કરનારા મુસાફરો પર કેમિકલ એટેકનું જોખમ તોળાઈ રહ્યું છે. અત્યાર સુધી મુસાફરોના પર્સ અને દાગીના તથા મોબાઈલ તફડાવનારા ચોરો અને બદમાશોએ હવે આ નવી જોખમી ટેકનિક અજમાવવાનું શરૂ કર્યું છે. આ બદમાશો હવે મોટાભાગે મહિલાઓને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.
એક આરોપી રંગેહાથ ઝડપાયો
આ બદમાશો મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલથી હુમલો કરીને ભીડમાં ગાયબ થઈ જાય છે. આ મામલે જીઆરપીએ એક આરોપીને આજે સવારે જ રંગેહાથ ઝડપ્યો. હકીકતમાં મુંબઈના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશનોમાંથી એક અંધેરી સ્ટેશનના સૌથી મોટો બ્રિજ કે જે પૂર્વ અંધેરી અને પશ્ચિમ અંધેરીને જોડવાની સાથે સાથે મેટ્રોલ સ્ટેશનને પણ જોડે છે. આ બદમાશે આ નવી ટેક્નિકથી બ્રિજ પર પસાર થતી અડધો ડઝનથી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે.
પ્રાઈવેટ પાર્ટ પર નાખે છે કેમિકલ
આ ખતરનાક ટેકનિકમાં તેઓ અચાનક ભીડમાં મહિલા મુસાફરોના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ ફેંકે છે અને રફુચક્કર થઈ જાય છે. જેનાથી મહિલાઓની ત્વચામાં બળતરા થવા માંડે છે અને કપડાં પણ બળી જાય છે. જેનો તાજો ભોગ બની ગાયત્રી આંચલ. ગાયત્રી જો કે નસીબની બળવાન હતી કે તેને કોઈ પણ ઈજા કે ઘા થયો નથી.
અનેક મામલા સામે આવ્યાં
આ અગાઉ 7 ડિસેમ્બર 2018ના રોજ 24 વર્ષની મહિલા મુસાફર વેદાંગી લઘાતે પર કેમિકલ ફેંકાયું. અચાનક કેમિકલ ફેકાવવાના કારણે તેના કપડાં બળી ગયા અને ત્વચા કાળી પડી ગઈ.
13 ડિસેમ્બરના રોજ 19 વર્ષની વિદ્યાર્થીની શ્રદ્ધા મિસ્ત્રી પર કેમિકલ એટેક થયો હતો. મહિલાના કપડા પર પડેલા કેમિકલથી તેની ત્વચા બળવા લાગી અને ત્યારબાદ મહિલા મુસાફરો કૂપર હોસ્પિટલ મોકલાઈ.
18 ડિસેમ્બરના રોજ અન્ય એક મહિલા ઉપર પણ આ રીતે હુમલો થયો. મહિલાએ જીઆરપીને જાણ કરી પરંતુ મામલો ન નોંધાવા દીધો.
રેલવે પોલીસે કરી ઘટનાની તપાસ
આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યાં બાદ રેલવે પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી. આ માટે નિર્ભયા ટીમ પણ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી છે. રેલવે પોલીસે અપરાધીઓને પકડવા માટે જાળ પણ બીછાવી રાખી છે. ગુરુવારે અટકાયતમાં લેવાયેલા આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રિજના જે હિસ્સામાં આ ઘટનાઓ સામે આવી છે ત્યાં સીસીટીવી કેમેરા નથી. જો કે આ મામલે પીડિત ગાયત્રીના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ રેલવે પોલીસે મામલો નોંધી લીધો છે.
ફોરેન્સિક તપાસ માટે મોકલાયા પૂરાવા
આ ઘટનાઓ બાદ રેલવે પોલીસે મહિલાઓના કપડા ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલ્યા છે. ફોરેન્સિક તપાસ બાદ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે આ કેવા પ્રકારનું કેમિકલ છે. પોલીસને આશંકા છે કે તે ફેવિક્વિક જેવું કોઈ સફેદ કેમિકલ છે. જેનો ઉપયોગ અસમાજિક તત્વો મોબાઈલ કે પછી ચેન ખેંચવા માટે કરી રહ્યાં છે. જેથી કરીને વ્યક્તિને ભ્રમિત કરી શકાય. હાલ પોલીસ એક આરોપીને અટકાયતમાં લઈને પૂછપરછ કરી રહી છે પરંતુ લોકલની મહિલાઓમાં ડર જરૂર પેસી ગયો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે