મુંબઈ: 9 મહિનાની બાળકીને લઈને માતાએ ટ્રેન સામે પડતું મૂક્યું, VIDEO જોઈને હચમચી જશો
માયાનગરી મુંબઈથી હચમચાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
Trending Photos
મુંબઈ: માયાનગરી મુંબઈથી હચમચાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. એક માતા પોતાની 9 મહિનાની બાળકી સાથે રેલવે સ્ટેશન પર ફરી રહી હતી અને અચાનક જ પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે બાળકીને લઈને પડતુ મૂક્યું. માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો. આસપાસના લોકોએ બાળકીને ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરી.
મળતી માહિતી મુજબ માતાનું નામ ગાયત્રી જેસવાલ છે. ગાયત્રીનો રવિવારે સવારે પતિ સુશિલ સાથે ઝગડો થયો હતો. ગુસ્સામાં આવેલી ગાયત્રી 9 મહિનાની બાળકીને લઈને જોગેશ્વરી સ્ટેશને પહોંચી ગઈ અને ચાલુ ટ્રેન સામે પડતું મૂક્યું. ટ્રેન સામે કૂદવાની આ ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
જુઓ ઘટનાનો શોકિંગ વીડિયો...
છલાંગ લગાવ્યાં બાદ ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે બાળકી રેલવેના પાટાના કિનારે પડી. તે જોર જોરથી રડી રહી હતી. આ અકસ્માતથી સ્ટેશન પર રહેલા લોકો હેબતાઈ ગયાં. બાળકીને ઉઠાવવા માટે કોઈ આગળ આવી રહ્યું નહતું. થોડીવાર બાદ એક મુસાફર રેલવે ટ્રેક પર ઉતર્યો અને બાળકીને ઉઠાવીને પ્લેટફોર્મ પર લઈ આવ્યો. તેને રેલવે પોલીસે પહેલા હોસ્પિટલ ખસેડી. ત્યાં માલુમ પડ્યું કે સદનસીબે બાળકીને બહુ ઈજા થઈ નહતી. બાળકીને તેના સંબંધીઓના હવાલે કરી દેવાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે