પુત્ર વિરુદ્ધ કરશો ચૂંટણી પ્રચાર? જાણો યશવંત સિન્હાએ શું આપ્યો જવાબ 

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે બળવાખોર તેવરો અપનાવી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા સક્રિય રીતે મહાગઠબંધનના રાજકારણમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સત્તા પરથી આવતી રોકવા માટે દરેક કોશિશ કરતા જોવા મળી રહ્યાં છે. ઝારખંડના હજારીબાગમાં તેમણે બુધવારે કહ્યું કે સીટોની વહેંચણીના ફોર્મ્યુલા પર વિપક્ષી દળોની અંતિમ મહોર બાદ જ રાષ્ટ્રીય સ્તર પર પ્રસ્તાવિત મહાગઠબંધન પર અંતિમ નિર્ણય થઈ શકે છે. 
પુત્ર વિરુદ્ધ કરશો ચૂંટણી પ્રચાર? જાણો યશવંત સિન્હાએ શું આપ્યો જવાબ 

હજારીબાગ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે બળવાખોર તેવરો અપનાવી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા સક્રિય રીતે મહાગઠબંધનના રાજકારણમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સત્તા પરથી આવતી રોકવા માટે દરેક કોશિશ કરતા જોવા મળી રહ્યાં છે. ઝારખંડના હજારીબાગમાં તેમણે બુધવારે કહ્યું કે સીટોની વહેંચણીના ફોર્મ્યુલા પર વિપક્ષી દળોની અંતિમ મહોર બાદ જ રાષ્ટ્રીય સ્તર પર પ્રસ્તાવિત મહાગઠબંધન પર અંતિમ નિર્ણય થઈ શકે છે. 

યશવંત સિન્હાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનનું નક્કર સ્વરૂપ લેવાવાનું હજુ બાકી છે. તેમણે કહ્યું કે આ માટે રાજ્ય સ્તરે ગઠબંધન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળોના ગઠબંધન પર નિર્ણય હજુ લેવાયો નથી. આ માટે તેમણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી ગઠબંધનનું ઉદાહરણ આપ્યું. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ મહાગઠબંધન માટે પ્રચાર કરશે તો યશવંત સિન્હાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનને અંતિમ સ્વરૂપ અપાય ત્યાં સુધી કોઈ ચીજની તેઓ ગેરંટી આપી શકે નહીં. 

આ દરમિયાન તેમને સવાલ પૂછાયો કે શું તેઓ હજારીબાગમાં પણ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરશે તો તેમણે કહ્યું કે આ સવાલનો જવાબ આપવાનો સમય હજુ આવ્યો નથી. અત્રે જણાવવાનું કે તેમના પુત્ર જયંત સિન્હા હજારીબાગથી સાંસદ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news