લગ્ન બાદ શારીરિક સંબંધ ન બનાવવા દેતા પતિ કે પત્ની પર હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી, જાણો શું કહ્યું?

પત્ની પતિને એક એવી વાત કહીને પિયર જતી રહી જેની આશા લોકોને ખુબ જ ઓછી હોય છે. લગ્નના ગણતરીના દિવસો બાદ તે પોતાના પિયર જતી રહી અને પછી પાછી ન આવી. પતિએ અનેકવાર પત્નીને બોલાવવાની કોશિશ કરી પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે તેનો પતિ સુંદર નથી.

લગ્ન બાદ શારીરિક સંબંધ ન બનાવવા દેતા પતિ કે પત્ની પર હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી, જાણો શું કહ્યું?

પત્ની પતિને એક એવી વાત કહીને પિયર જતી રહી જેની આશા લોકોને ખુબ જ ઓછી હોય છે. લગ્નના ગણતરીના દિવસો બાદ તે પોતાના પિયર જતી રહી અને પછી પાછી ન આવી. પતિએ અનેકવાર પત્નીને બોલાવવાની કોશિશ કરી પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે તેનો પતિ સુંદર નથી. હાલમાં જ છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. 

હાઈકોર્ટે એક વ્યક્તિની ડિવોર્સની અરજી સ્વીકારી લીધી કારણ કે કોર્ટે કહ્યું કે પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધ હોવા એ એક સ્વસ્થ લગ્ન જીવનનો મહત્વનો ભાગ છે. 

બિલાસપુર હાઈકોર્ટે કહી આ વાત
છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે લગ્ન બાદ શારીરિક સંબંધ ન બનાવનારા કપલના વ્યવહારને ક્રૂરતા સમાન ગણાવ્યો છે. કોર્ટે તેને મહત્વ આપતા યુવકની ડિવોર્સની અરજી સ્વીકારી લીધી. કોર્ટે કહ્યું કે લગ્ન બાદ પતિ કે પત્નીમાંથી કોઈ પણ જો શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તો તે એક ક્રૂરતાની શ્રેણીમાં આવશે. 

અત્રે જણાવવાનું કે છત્તીસગઢના બિલાસપુરમાં રહેતા એક યુવકના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા 25 નવેમ્બર 2007ના રોજ થયા હતા. બેમેતરા જિલ્લામાં રહેતી મહિલા લગ્ન બાદ પાછી તેના પિયરે જતી રહી. આ દરમિયાન પતિ સતત તેની પત્નીને ફોન કરતો અને પાછો લાવવાની કોશિશ કર્યા કરતો હતો. 

લગ્ન બાદ પત્ની જતી રહી પિયર તો પતિએ લગાવી ગુહાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્નીએ એમ કહીને પતિને આવવાની ના પાડી દીધી કે તેનો પતિ સુંદર દેખાતો નથી. યુવકે તેના ડિવોર્સની અરજીમાં જણાવ્યું કે લગ્નના થોડા દિવસ બાદ જ ક્રૂરતાનો વ્યવહાર કરતી હતી અને માનસિક રીતે હેરાન પરેશાન કરતી હતી. પીડિત વ્યક્તિનું કહેવું છે કે પિતાના નિધન બાદ પત્ની પિયર જતી રહી અને લગભગ ચાર વર્ષ સુધી રહી. પાછી બોલાવવાના અનેક પ્રયત્નો કર્યા તો પત્ની કહેતી કે તેણે બિલાસપુર છોડી બેમેતરા આવવું પડશે. તે  બિલાસપુર નહીં આવે. આ મામલે હાઈકોર્ટે યુવકની અરજી સ્વીકારી લીધી. 

સુનાવણી કરી રહેલા જસ્ટિસ પી સેમ કોશી અને પાર્થ પ્રતિમ સાહૂની બેન્ચે કહ્યું કે સ્પષ્ટ છે કે ઓગસ્ટ 2010થી પતિ પત્ની તરીકે બંને વચ્ચે કોઈ સંબંધ નથી. જે એ તારણ પર પહોંચવા માટે પૂરતુ છે કે તેમની વચ્ચે કોઈ શારીરિક સંબધ નથી. પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ વિવાહિત જીવન સ્વસ્થ રહે તે માટે મહત્વપૂર્ણ છે. એક પતિ કે પત્ની સાથે શારીરિક સંબંધથી ઈનકાર કરવો એ ક્રૂરતા બરાબર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news