ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સર્વસંમતિથી ઊભરી આવ્યું છે. તેમની પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક સૂરમાં માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. પરંતુ તમામ દબાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સર્વસંમતિથી ઊભરી આવ્યું છે. તેમની પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક સૂરમાં માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. આ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપી પણ શિવસેનાને કહી ચૂક્યા છે કે તેમના માટે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી તરીકે વધુ સ્વીકાર્ય રહેશે. શરદ પવાર તો છેલ્લી ઘડી સુધી ઉદ્ધવ ઠાકરેને જ આગ્રહ કરી રહ્યાં હતાં કે તેઓ જ મુખ્યમંત્રી બને. પરંતુ આ તમામ દબાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે. હકીકતમાં ઉદ્ધવ એક તીરથી અનેક તીર સાધવાની કોશિશ નથી કરી રહ્યાં પરંતુ તેઓ અનેક તીરોથી પોતાને નિશાન બનતા રોકી રહ્યાં છે. 

આ માટે શિવસેનાના રાજકારણને સમજવાની જરૂર છે. શિવસેના એક વ્યક્તિ આધારિત પાર્ટી વધુ રહી છે. બાળાસાહેબ ઠાકરે જ્યારે નેતા હતાં ત્યારે તેઓ જ વિચારધારા હતા. શિવસેના એક રાજકીય પક્ષથી વધુ એક સંગઠન હતું જે લોકતાંત્રિક પદ્ધતિઓમાં પૂરેપૂરો વિશ્વાસ ધરાવતી નથી. આથી તોફાનો હોય, BCCIની ઓફિસ તોડવાની હોય, પાકિસ્તાન ભારતની મેચ ન યોજાય એટલે વાનખેડે સ્ટેડિયમની પીચ ખોડવાનું હોય, વેલેન્ટાઈન ડે નો વિરોધ કે પછી ફિલ્મો પર પ્રતિબંધ જેવા અનેક કિસ્સાઓ આ વાતની ચાડી ખાય છે. 

ઠાકરે સરનેમની જે આભામંડળ શિવસેનાની અંદર અને તેના પરંપરાગત મતદારોમાં હતી તે શિવસેના માટે એનર્જીનું પાવરહાઉસ રહ્યું છે. ઠાકરેને ક્યારેય કોઈની સામે મજબુર થવુ, નમવું, બ્લેકમેઈલ થવું, લચીલા બનવું, નારાજ લોકોને મનાવવા... આ એવી વાતો છે જે શિવસેનાને ક્યારેય મંજૂર રહ્યું નથી. સ્પષ્ટ છે કે અને રાજકીય ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે કે મુખ્યમંત્રીએ પોતાની ખુરશી બચાવવા માટે પાંચ વર્ષમાં અનેકવાર સમાધાન રકવું પડે છે અને પોતાનાથી નાના પક્ષો આગળ ક્યારેક ક્યારેક ઝૂકવું પણ પડે છે. આ પણ એક કારણ હતું કે સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે 1995માં મુખ્યમંત્રી ન બન્યાં. જો કોંગ્રેસ-એનસીપીના સમર્થનથી સરકારનું નેતૃત્વ કરત તો રાજકીય કળાબાજીના ઉસ્તાદ શરદ પવાર અને સરકારો પાસેથી સમર્થન પાછું ખેંચીને સરકાર પાડવાનો ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ મળીને કે પછી એકલા એટલું તો નક્કી કરી લેત કે ઉદ્ધવે તેમના દરવાજે સરકાર બનાવવા માટે આવવું પડત. સરકાર ભલે બચી જાત પણ શિવસેનાના વધેલા ઘટેલા બેસ અને આત્મસન્માનને નુકસાન પહોંચત કારણ કે કોંગ્રેસ સાથે તાલમેળને લઈને શિવસેના અને તેના મતદારોને એક વર્ગ ઉદ્ધવથી નારાજ છે. 

જુઓ LIVE TV

બીજુ કારણ છે ઉદ્ધવનું સ્વાસ્થ્ય. ઉદ્ધવની બે વાર એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે અને બ્લોકેજ હટાવવામાં આવેલા છે. તેમનું સ્વાસ્થ્ય એવું પણ નથી કે તે રોજના 15-16 કલાક કામ કરી શકે. આટલો કામનો બોજો તો મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી પાસેથી અપેક્ષિત છે. ઉદ્ધવના પુત્ર આદિત્યને જૂનિયર ગણાવીને કોંગ્રેસ એનસીપીએ વીટો માર્યો હતો. આવામાં કોઈ પણ ઠાકરે સરનેમવાળી વ્યક્તિનું મુખ્યમંત્રી અટકી રહ્યું છે. 

પરંતુ ઉદ્ધવ ઠાકરે પાસે વિકલ્પ છે. મુખ્યમંત્રીની ખુરશી પર ગમે તે બિરાજમાન થાય, રિમોટ કંટ્રોલ તેમના હાથમાં જ રહેશે. આગળ પણ જો પરિસ્થિતિ બદલાઈ તો ક્યારેક સરકાર બચાવવાના નામ પર મુખ્યમંત્રી બદલી શકે છે કે પછી શાખ બચાવા માટે સત્તાનો ત્યાગ કરી શકે છે. ઉદ્ધવે પોતાની જાતને કોંગ્રેસ-એનસીપીના ભવિષ્યના રાજકીય પ્રહારોથી લગભગ બચાવવાની કોશિશ કરી છે. સીએમ પદ છોડીને પોતાના કેડરમાં પોતાનું કદ વધાર્યુ છે. રામ મંદિર મુદ્દે પોતાની ક્રિડિટ ન છોડવી, દબાણમાં હિન્દુત્વ રાજનીતિને નબળી કરવી કે સ્યૂડો ધર્મનિરપેક્ષતાવાદથી બચવા માટે ઉદ્ધવે સુરક્ષા કવચ બનાવી લીધુ છે. કાં તો પછી કહો કે આગળ ક્યારેક જરૂર પડી તો પાટલી બદલવા માટે કે કોંગ્રેસ એનસીપીને છોડવાના હાઈવે નહીં તો પગદંડી તો બનાવી જ લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news