આખા ભારતની પોલીસ ખાખી વર્દી પહેરે છે, તો કોલકાત્તા પોલીસ કેમ સફેદ વર્દીમાં હોય છે! 99 ટકા લોકો નથી જાણતા આ

Why Kolkata police uniform white : કન્યા કુમારીથી કાશ્મીર સુધીની આખા દેશની પોલીસ એક જ રંગનો યુનિફોર્મ પહેરે છે, તો માત્ર કોલકાત્તા પોલીસ જ એક અલગ યુનિફોર્મ પહેરે છે, આ રહ્યું કારણ 
 

આખા ભારતની પોલીસ ખાખી વર્દી પહેરે છે, તો કોલકાત્તા પોલીસ કેમ સફેદ વર્દીમાં હોય છે! 99 ટકા લોકો નથી જાણતા આ

Kolkata doctor rape-murder case: આજે સ્વતંત્રતા દિવસ છે. આખા દેશમાં સેના અને સૈનિકોની વીરગાથાની ચર્ચા થતી હોય છે. આજે મોબાઈલથી લઈને સોશિયલ મીડિયા પર તિરંગાના ડીપી લહેરાય છે. મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિની ફિલ્મો લાગી છે. આવામાં દેશના જાંબાજ પોલીસ જવાનની કહાની પણ રસપ્રદ છે. ખાખી વર્દી ભારતના પોલીસની ઓળખ હોય છે, પરંતુ ખાખી વર્દીથી અલગ કોલકાત્તાની પોલીસ સફેદ વર્દી પહેરે છે. આ પાછળનુ કારણ 99 ટકા લોકો જાણતા નથી. 

તમે જ્યારે પણ ફિલ્મો કે રિયલમાં કોલકાત્તા પોલીસ જોઈ હશે, તો તે માત્ર સફેદ યુનિફોર્મમાં હોય છે. ત્યારે આ પહેલા ખાખી વર્દીની કહાનીનો ઈતિહાસ જરૂર જાણી લેવી જોઈએ. જ્યારે અંગ્રેજો ભારતમા આવ્યા ત્યારે તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનિફોર્મ સફેદ રંગનો નક્કીક ર્યો હતો. જ્યારે અંગ્રેજો જઈને આટલા વર્ષો વીતી ગયા તો પછી કોલકાત્તા પોલીસની વર્દી કેમ સફેદ રહી ગઈ છે. 

યુનિફોર્મ સફેદ કેમ છએ
જ્યારે અંગ્રેજોએ દરેક રાજ્યની પોલીસની વર્દીનો રંગ સફેદ નક્કી કર્યો તો અચાનક બાકીના દેશની પોલીસ ખાકીમાં કેવી રીતે આવી ગઈ. પોલીસનો યુનિફોર્મ ખાખી થઈ ગયો તો પછી કોલકાત્તાની પોલીસનો યુનિફોર્મ કેમ ન બદલાયો. જ્યારે કે દેશભરની પોલીસ તો ખાખી પહેરીને કામ કરે છે, પરંતુ માત્ર કોલકાત્તા પોલીસ જ સફેદ વર્દી પહેરીને શહેરનુ વ્યવસ્થાપન કરે છે. 

एक तस्वीर ये भी

અંગ્રેજોનું ફરમાન
અંગ્રેજો દ્વારા નક્કી કરવામા આવેલ સફેદ યુનિફોર્મ જોવામાં તો બહુ જ સારો લાગતોહતો. પરંતું સફેદ રંગની સાથે મોટી તકલીફ એ હતી કે, તે ભારતીય ધૂળમાટી, તથા ખરાબ રસ્તાઓને કારણે જલ્દી મેલો થઈ જતો હતો. પોલીસ મેન્યુઅલ અનુસાર, ગંદો યુનિફોર્મ પહેરવો પણ નિયમોના વિરુદ્ધ છે. આવામાં ખુદ અંગ્રેજ પોલીસ ઓફિસરોએ પોતાની વર્દીને ડાઈ કરવાનું શરૂ કર્યુ હતું.  

ઈતિહાસ સમજો
તે સમયે ડાઈ કરવા માટે ચાની પત્તીનો ઉપયોગ કરાતો હતો. જેનાથી વ્હાઈટ યુનિફોર્મનો રંગ હળવા પીળા રંગથી લઈને ભૂરા રંગનો થઈ જતો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, 1847 માં નોર્થવેસ્ટ ફ્રન્ટિયરના ગર્વનર જનરલે એક સૈનિકોને ખાકી રંગનો પોષાક પહેરેલો જોયો, બસ ત્યારથી તેમણે ભારત પોલીસના યુનિફોર્મનો રંગ ખાખી કરી દો. બસ ત્યારથી પોલીસવાળા ખાખી રંગનો યુનિફોર્મ પહેરવા લાગ્યા. હવે કોલકાત્તા પોલીસ કેમ જૂનો નિયમ ફોલો કરીને સફેદ રંગનો યુનિફોર્મ પહેરે છે, તે પણ જાણી લો.  

જવાબો રસપ્રદ છે
પશ્ચિમ બંગાળના અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખાખી પહેરે છે, પરંતુ કોલકાતા પોલીસ સફેદ યુનિફોર્મ પહેરે છે, તેનું કારણ ઈતિહાસ અને વિજ્ઞાન બંને છે. કોલકાતા પોલીસ અને બંગાળ પોલીસ અલગ છે. 1861 માં, કોલકાતા પોલીસની એક વ્યવસ્થા હતી જે રાજ્ય પોલીસથી અલગ હતી, જે બ્રિટિશ રાજ દરમિયાન બનેલા નિયમો અનુસાર બનાવવામાં આવી હતી, જે ફક્ત શહેરને જ લાગુ પડતી હતી. આવી સ્થિતિમાં, તે સમયની કોલકત્તા પોલીસનો ડ્રેસ તેની ખાસ ઓળખ માટે અલગ રાખવામાં આવ્યો હતો. કોલકાતા પોલીસ આજે પણ અંગ્રેજોના સમયના ડ્રેસ કોડનું પાલન કરે છે. જો કે, આ પ્રશ્નના જવાબમાં, એવી દલીલ પણ આપવામાં આવે છે કે કોલકાતામાં ગરમી ખૂબ વધારે છે, તેના કારણે, સફેદ ગણવેશ રાખવાથી કામદારોને ઘણી આરામ મળે છે.

તમને યુનિફોર્મનો રંગ કેવી રીતે યાદ આવ્યો?
એવું પણ કહેવાય છે કે દરિયા કિનારે વસેલું કોલકાતા આખું વર્ષ ગરમ અને ભેજવાળું રહે છે. આવી સ્થિતિમાં પોલીસ માટે સફેદ રંગનો ડ્રેસ યોગ્ય છે. પોલીસને તેમના કામમાં સરળતા રહે તે માટે તેમના યુનિફોર્મનો રંગ સફેદ રહેવા દેવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news