Joshimath: કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું

Joshimath: વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમાલયમાં સતત ભૂગર્ભીય હલચલ થઈ રહી છે. તે હાલ નિર્માણની અવસ્થામાં છે. હિમાલય હજુ ઘણો યુવા અને બદલાવ તરફ અગ્રેસર છે. વધતા માનવીય હસ્તક્ષેપ અને પર્યાવરણ ફેરફારથી હિમાલયના સ્વાસ્થ્ય અને સંરચના પર અસર પડી છે. વાડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.વિક્રમ ગુપ્તાના જણાવ્યાં મુજબ ઉચ્ચ હિમાલયના મોટાભાગના ક્ષેત્ર કાટમાળના ઢગલા પર વસેલા છે. અહીં કાટમાળ સેકડો, હજારો વર્ષ બાદ એક નક્કર સપાટીમાં ફેરવાઈ ચૂક્યો છે.

Joshimath: કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું

પહાડો પર ભૂસ્ખલન અથવા જમીન ધસી પડવાની ઘટનાઓ ઘટી રહી છે. પહાડો એવલાંચ, મૂશળધાર વરસાદ, તાપમાન વધવાનો દુષ્પ્રભાવ, ગ્લેશિયલ પિગળવાનો, ગ્લેશિયલ ઝીલ ફાટવાનો, જળવાયું પરિવર્તન, જંગલોમાં આગ જેવા ખતરા સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત નિયોજિત અને અવૈજ્ઞાનિક નિર્માણના કારણે પહાડના કેટલાક વિસ્તારોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. 

નીચલા હિમાલય વિસ્તારોમાં રહેતી વસ્તી પણ આ ખતરાનો વારંવાર સામનો કરી રહી છે. પરંતુ વૈજ્ઞાનિકોના મત છે કે ગ્લેશિયરના કાટમાળ પર વસેલા પાંચ ફૂટથી વધુ ઉંચાઈવાળા વિસ્તારો પર આ જોખમ વધુ છે. જોશીમઠ જેવી ઘટના તેનું પરિણામ છે જેનાથી પાઠ ભણવો પડશે. 

કેમ સંકટ?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમાલયમાં સતત ભૂગર્ભીય હલચલ થઈ રહી છે. તે હાલ નિર્માણની અવસ્થામાં છે. હિમાલય હજુ ઘણો યુવા અને બદલાવ તરફ અગ્રેસર છે. વધતા માનવીય હસ્તક્ષેપ અને પર્યાવરણ ફેરફારથી હિમાલયના સ્વાસ્થ્ય અને સંરચના પર અસર પડી છે. વાડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.વિક્રમ ગુપ્તાના જણાવ્યાં મુજબ ઉચ્ચ હિમાલયના મોટાભાગના ક્ષેત્ર કાટમાળના ઢગલા પર વસેલા છે. અહીં કાટમાળ સેકડો, હજારો વર્ષ બાદ એક નક્કર સપાટીમાં ફેરવાઈ ચૂક્યો છે. પહેલા તેમાં ખેતી થઈ અને ધીરે ધીરે વસ્તી વસવાનું શરૂ થયું. આ કાટમાળના ભાર વહન કરવાની એક ક્ષમતા છે. સતત વધતી વસ્તી આ ક્ષેત્રો પર વધારાનું દબાણ બનાવી રહી છે. પહાડમાં નિર્માણ કરવાની મર્યાદા નક્કી થવી જોઈએ. પહાડોમાં આમ તો છેલ્લા કેટલાક દાયકાઓમાં તમામ પ્રકારના મોટા નિર્માણ થયા છે. રસ્તા નિર્માણમાં પથરાનું કટિંગ, મોટા મોટા બંધ પ્રોજેક્ટ્સના નિર્માણમાં માટીનો કાપ એક ફેરફાર છે જે નવા ભૂસ્ખલન ક્ષેત્ર પેદા કરી શકે છે. 

ઉત્તરાખંડમાં હાલ 84 ભૂસ્ખલનના ડેન્જર ઝોન ઓળખવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક ડો.અનિલકુમારના જણાવ્યાં મુજબ પૂરના કારણે તબાહીની ઘટનાઓ 39 હજાર વર્ષ અને 15 હજાર વર્ષ પહેલેથી થઈ રહી છે. ગ્લેશિયલર ઝીલના ફાટવા અને તેજ વરસાદના કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન, ભૂકાપ થયો છે. એક અભ્યાસમાં 1820 થી 2000 વચ્ચે હિમાલય ક્ષેત્રમાં કુલ 180 વર્ષમાં પુરની 64 ઘટનાઓ ઘટી છે.

શું છે સમાધાન?
મોટા પાયે વનીકરણ, ઝાડ કાપવા પર રોક, પહાડ કટિંગ અને મોટા નિર્માણ પર રોક, કોઈ પણ પ્રકારના નિર્માણ પર વૈજ્ઞાનિક સલાહ જરૂરી, વસ્તીનું દબાણ એક જ જગ્યાએથી શિફ્ટ થાય, નદી તટ પર અતિક્રમણ ન થાય, ઢાળવાળા નાળાથી વસ્તીને દૂર રાખવામાં આવે, ભૂસ્ખલન સંભવિત ઝોન ઓળખી ટ્રિટમેન્ટ શરૂ થાય. રિટેનિંગ વોલના કામ થાય. ભૂસ્ખલનથી નબળી પડેલી સંરચનાઓને મજબૂતી આપવામાં આવે અને જળ નિકાસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ભૂસ્ખલન ક્ષેત્રથી વસ્તીને વિસ્થાપિત કરવામાં આવે. 

મોનિટરિંગ જરૂરી
વાડિયાના રિટાયર વૈજ્ઞાનિક ડો.ડીપી ડોભાલના જણાવ્યાં મુજબ હિમાલય ક્ષેત્રમાં જોશીમઠ સહિત પાંચ હજાર ફૂટથી વધુના તમામ વિસ્તાર ગ્લેશિયરના કાટમાળ પર  ટકેલા શહેર છે. જોશીમઠ વધુ ઢાળ પર વસેલુ છે. જનસંખ્યાનું દબાણ વધુ છે અને મકાનની સંખ્યા પણ વધુ છે. પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. ઉપર ઔલી ક્ષેત્રમાં ખુબ બરફ પડે ચે. જેનો સીધો ઢાળ જોશીમઠ તરફ છે. જ્યાં સુધી સુરંગથી પ્રભાવિત થવાની વાત છે તો સુરંગના કરાણે ક્યાંકને ક્યાંક તો પ્રભાવ પડી જ રહ્યો હશે. હાલની સ્થિતિમાં મોનિટરિંગ અને તેને અનુરૂપ કાર્યયોજના જ બચાવનો વિકલ્પ છે. જોશીમઠમાં જેટલી તિરાડો આવી છે તેનું મોનિટરિંગ થવું જોઈએ. તે કેટલી ઝડપથી પહોળી થઈ રહી છે તેનાથી જોખમનો અંદાજો લગાવી શકાય છે. પાણીના સ્ત્રોત જોવા જોઈએ. ક્યાંક પંચર જેવી સ્થિતિ નથી, સુરંગમાં જ્યાં પાણી નીકળી રહ્યું હતું તેમાં પણ હવે કમી દેખાવવા લાગી છે. 

જુઓ લાઈવ ટીવી

આજે મહત્વની બેઠક
હાલ ઉત્તરાખંડના જોશીખંડમાં સરકારે અનેક પરિવારનો અસ્થાયી જગ્યા પર શિફ્ટ કર્યા છે. આ બધા વચ્ચે સ્થિતિની સમીક્ષા માટે પીએમના પ્રધાન સચિવ ડો. પી કે મિશ્રાાએ આજે પીએમઓમાં બેઠક બોલાવી છે જેમાં કેબિનેટ સચિવ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને એનડીઆરએફના સભ્યો સાથે બેઠક થવાની છે. જોશીમઠના જિલ્લા પદાધિકારીઓ અને ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રહેશે. પીએમ મોદીએ પણ આજે જોશીમઠ વિશે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરીને પ્રભાવિત લોકોની સુરક્ષા અને પુર્નવાસ હેતુ લેવાયેલા પગલા અને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક તથા લાંબાગાળાની કાર્યયોજનાની પ્રગતિ વિષયક જાણકારી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news