વિમાનમાં પાયલટ પાસે કુહાડી કેમ હોય છે? જાણીને તમારા હોશ ઉડી જશે

શું તમે જાણો છોકે, વિમાનમાં પાયલટની પાસે કુહાડી રાખવામાં આવી છે. શા માટે વિમાનમાં પાયલટ પોતાની પાસે રાખે છે કુહાડી? વિમાનમાં કુહાડી જેવી હથિયાર રાખવા પાછળનું શું છે કારણ જાણો

વિમાનમાં પાયલટ પાસે કુહાડી કેમ હોય છે? જાણીને તમારા હોશ ઉડી જશે

દીપક પદમશાળી, અમદાવાદઃ જો તમને પુછવામાં આવે કે કુહાડીનો ઉપયોગ શું થાય છે. તો તમે કહેશો કે કોઈ વસ્તુ કાપવા માટે. સામાન્ય રીતે લોકો ઝાડ અને લાકડા કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે હવામાં ઉડતા વિમાનમાં પણ એક કુહાડી હોય છે અને તે પાયલટની નજીક રાખવામાં આવે છે. જો તમે વિમાનમાં યાત્રા કરી હશે તો તમને ખબર હશે કે વિમાનમાં ઘણી બધી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. જ્યાં તમે નખ માટે વપરાતું નેલ કટર કે નાનકડી પીન પણ લઈ જઈ શકતાં નથી. ત્યારે વિમાનમાં કુહાડી કેમ લઈ જવાય છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે.

GoAir - Latest News on GoAir | Read Breaking News on Zee News

આ સવાલ તમને જરૂર વિચારવા પર મજબુર કરી દેશેકે, આખરે દરેક વિમાનમાં કોહાડી શા માટે રાખવામાં આવે છે. એમાંય પાયલટની સીટ પાસે જ આ કોહાડી રાખવામાં આવે છે. આમ તો વિમાન વિવિધ પ્રકારના હોય છે. જેમાં વિમાનોમાં પેસેન્જર વિમાન,માલ વાહક વિમાન અને લશ્કરી વિમાન સામેલ છે. અને દરેક વિમાનોમાંથી પાયલટ પાસે કુહાડી રાખવામાં આવે છે. તો આખરે કેમ પાયલટ પાસે કુહાડી હોય છે તે પણ જાણી લો..

આ અંગે અમે સિવિલ એવીએશન એક્સપર્ટ દીપલ શાહનો સંપર્ક કર્યો. દીપલ શાહે જણાવ્યું કે, હંમેશા એક ખાસ પ્રકારની કુહાડી વિમાનની પાઈલટની કેબિનમાં તેની પાસે રહે છે. આ ખાસ પ્રકારની કુહાડી વગર પ્લેન ટેક ઓફ થતું નથી તેથી વિમાન ઉપડતા પહેલા ખાસ આ કુડાડીની તપાસ કરવામાં આવે છે. પ્લેન ટેકઓફ થાય તે પહેલા સીનિયર પાયલટની જવાબદારી છે કે તે આ ખાસ કુહાડીની ચકાસણી કરે.

Mumbai airport flights affected after IAF aircraft overshoots runway | Zee  Business

આ કુહાડી ઝાડ કાપવાની કુહાડીથી સંપૂર્ણપણે ભિન્ન હોય છે. ખરેખર આ એક પોર્ટેબલ ટૂલ છે જેનો આકાર કુહાડી જેવો હોય છે. આ કુહાડી કદમાં ખૂબ નાની હોય છે  અને તેની ટોટી ખાડામાં ગોઠવવામાં આવે છે. આ કુહાડીનો ઉપયોગ ફક્ત કટોકટીની સ્થિતિમાં જ થાય છે. એટલે કે જો વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા આ કુહાડીથી વિમાનના ગ્લાસ તોડી શકાય તથા આગ લાગી હોય કે ઈમરજન્સી દરમ્યાન વિમાનનો મુખ્ય દ્રાર ખોલવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news