દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થયો, ચીનમાં થયો છે જન્મ, અત્યાર સુધી 9 મોત થયા

દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થઈ ચૂક્યો છે. આ હુમલો એટલો ખતરનાક છે કે, અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 400થી વધુ લોકો આ વાયરસથી અસરગ્રસ્ત છે. ખતરાની ઘંટડી માત્ર એ જ બાબત પરથી સમજી શકાય કે, અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આ વાયરસથી ગભરાયેલા છે. ચીનના વુહાન શહેરથી આ વાયરસનો જન્મ થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસનું નામ કોરોનાવાયરસ (coronavirus) રાખ્યું છે. હાલ તેના અસરથી બચવા માટે કોઈ જ દવા કામમાં આવી નથી રહી.
દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થયો, ચીનમાં થયો છે જન્મ, અત્યાર સુધી 9 મોત થયા

નવી દિલ્હી :દુનિયામાં એક નવા વાયરસનો હુમલો થઈ ચૂક્યો છે. આ હુમલો એટલો ખતરનાક છે કે, અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 400થી વધુ લોકો આ વાયરસથી અસરગ્રસ્ત છે. ખતરાની ઘંટડી માત્ર એ જ બાબત પરથી સમજી શકાય કે, અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આ વાયરસથી ગભરાયેલા છે. ચીનના વુહાન શહેરથી આ વાયરસનો જન્મ થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસનું નામ કોરોનાવાયરસ (coronavirus) રાખ્યું છે. હાલ તેના અસરથી બચવા માટે કોઈ જ દવા કામમાં આવી નથી રહી.

આજના સૌથી મોટા Breaking News: નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર  

શા માટે તમામ દેશ ચિંતિંત છે
અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આ વાયરસથી ચિંતિત છે. હકીકતમા ચીનના નાગરિક પોતાના નવા વર્ષના જશ્ન માટે આખી દુનિયામાં ફરવા નીકળ્યા હતા. અંદાજ લગાવાયો છે કે, આ વર્ષે ચીનથી લગભગ 70 લાખ લોકોએ આખી દુનિયામાં ક્રિસમસ વેકેશન મનાવ્યું છે. આવા સમયે નવા વાયરસથના સંક્રમણનો ખતરો વધી ગયો છે. જોકે, અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન અને ભારત સહિત તમામ દેશોએ પોતાના એરપોર્ટસને હાઈએલર્ટ પર મૂકીને તપાસ શરૂ કરી છે. પરંતુ તેમ છતા હેલ્થ એક્સપર્ટસ કહે છે કે, હાલ સ્ક્રીનિંગ પણ આ વાયરસ દેશમાં ઘૂસતા રોકી શકાય તેમ નથી.

તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

નહિ મળી તેની કોઈ દવા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Orgnaization)નું કહેવુ છે કે, બે સપ્તાહ પહેલા આ નવા સંક્રમણ વિશે માલૂમ પડ્યું છે. તેના તરત બાદ જ દુનિયાની મોટી મોટી લેબોરેટરીમાં તેની તપાસ ચાલી રહી છે. આ કોરોનાવાયરસથી હાલ બચવા માટે કોઈ દવા મળી શકી નથી. ડોક્ટરોનું કહેવુ છે કે, આ વાયરસના નવા ટીપા તૈયાર થવામાં બે-ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે. પરંતુ તેતજીથી તેની અસર ફેલાઈ રહી છે. તેને જોતા જલ્દી જ તેને ટાળી શકવુ શક્ય નથી. 

વેવાઈ-વેવાણનું ઈલુ ઈલુ, સંતાનોના લગ્ન સુધી પણ ધીરજ ન રાખી, અને...

આ પહેલા પણ વાયરસ આખી દુનિયામાં એટેક કરી ચૂક્યો છે
લગભગ 18 વર્ષ પહેલા સાર્સ વાયરસનો પણ આવો જ ખતરો હતો. 2002-03માં સાર્સ વાયરસને કારણે આખી દુનિયામાં 700થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કે, આખી દુનિયામાં હજારો લોકો તેનાથી અસરગ્રસ્ત બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news