આજના સૌથી મોટા Breaking News: નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર  

નાગરિકતા સંશોધન કાયદાને લઈને આજે સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનવણી થવા જઈ રહી છે. સુનવણી શરૂ થઈ ગઈ છે. સુનવણી પહેલા કોર્ટ નંબર 1 આખો ભરી ગયો છે. કોર્ટે ત્રણેય દરવાજા ખોલવાની પરમિશન આપી હતી. દરવાજાની બહાર બહુ જ ભીડ એકઠી થઈ છે. તમામ સુનવણી માટે અંદર જવા માંગે છે. 

આજના સૌથી મોટા Breaking News: નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર  

નવી દિલ્હી :નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર માટે આ સૌથી સારા સમાચાર છે. નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. તો સાથે જ સુપ્રિમ કોર્ટે તમામ હાઈકોર્ટને સીએએ સાથે જોડાયેલ સુનવણી ન કરવા કહ્યું છે.

— ANI (@ANI) January 22, 2020

ચાર સપ્તાહ બાદ સુનવણી થશે
નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. 

ચાર અલગ અલગ કેટેગરીમાં સુનવણી થશે
સુપ્રિમ કોર્ટે નાગરિકતા સંશોધન એક્ટ પર દાખલ અરજીઓને અલગ અલગ કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે. તે અંતર્ગત આસામ, નોર્થ ઈસ્ટના મુદ્દા પર અલગ સુનવણી કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશમાં જે CAAની પ્રોસેસ શરૂ કરી દેવાઈ છે, તેને લઈને અલગથી સુનવણી કરવામાં આવશે. કોર્ટે તમામ અરજીઓનું લિસ્ટ ઝોન મુજબ માંગ્યું છે, જે પણ બાકી અરજી છે, તેના પર કેન્દ્રની નોટિસ જાહેર કરવામાં આવશે. 

— ANI (@ANI) January 22, 2020

ચીફ જસ્ટિસે વકીલોને આસામ અને નોર્થ ઈસ્ટથી દાખલ કરાયેલા અરજીનો આંકડો માંગ્યો છે. કોર્ટનું કહેવુ છે કે, આસામનો મુદ્દો અલગ પણ કરી શકાય છે. તેને લઈને આગામી સુનવણી પણ કરી શકાય છે. કોર્ટે પૂછ્યું કે, આસામ મુદ્દા પર સરકાર ક્યાં સુધી જવાબ આપશે?

કપિલ સિબ્બલે મૂકી હતી આ માંગણી
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કેન્દ્રનો પક્ષ સાંભળ્યા વગર કોઈ પણ આદેશ આપી શકાતો નથી. સુનવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું કે, આ મામલાની સુનવણી કોઈ મોટી બેન્ચ પાસે મોકલવામા આવે. તેમણે માંગ કરી હતી કે, નાગરિકતા કાયદા પર ત્રણ મહિના સુધી પ્રતિબંધ મૂકાય. એકવાર નાગરિકતા મલ્યા બાદ નાગરિકતા પરત લઈ શકાતી નથી. તો બીજી તરફ, કોર્ટ રૂમમાં એટોર્ની જનરલ તરફથી આપત્તિ વ્યક્ત કરવામાં આવી કે, સરકારે તેની પ્રોસેસ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં પણ તેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો એટર્ની જનરલે 3 મહિના કાયદા પર પ્રતિબંધ લગાવવાનો વિરોધ કર્યો. સિબ્બલે માંગ ઉઠાવી હતી કે, આ મુદ્દા પર જલ્દી જ ફેબ્રુઆરીમાં કોઈ સુનવણી કરવામા આવે. 

સુનવણી પર ચર્ચા શરૂ 
સુનવણી પહેલા કોર્ટ નંબર 1 આખેઆખો ભરાઈ ગયો છે. પરિસ્થિતિ એવી રહી છે કે, કોર્ટે ત્રણેય દરવાજા ખોલવા પડ્યા છે. કોર્ટમાં એકઠી થયેલી ભીડ જોઈને સીજેઆઈને પણ ટકોર કરવી પડી હતી. આ કાયદા પર અદાલતમાં સુનવણી માટે આજે 140 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ કાયદાની વિરુદ્ધ દાખલ કરાઈ છે. જ્યારે કે માત્ર એક અરજી સમર્થનમાં છે અને એક કેન્દ્ર સરકારની અરજી છે. દલીલની શરૂઆતમાં એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે, અત્યાર સુધી તેઓને 144માંથી 60 અરજીઓની કોપી મળી છે. તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે, મુદ્દો એ છે કે શું મામલાના સંવિધાનિક બેન્ચને મોકલવો જોઈએ. સાથે જ તેઓએ NPRની પ્રોસેસ પર સવાલ ઉભા કર્યાં છે, જે એપ્રિલમાં શરૂ થશે. અભિષેક મનુ સિઁઘવીએ કહ્યું કે, યુપીમાં 40 હજાર લોકોને નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી રહી છે, જો આવુ થયું તો પછી કાયદો કેવી રીતે પરત થશે. 

ત્રણ મહિના માટે ટાળવામાં આવે પ્રોસેસ
આદાલતમાં વકીલ વિકાસ સિંહ, ઈન્દિરા જયસિંહે કહ્યું કે, આસામમાં 10થી વધુ અરજીઓ છે. ત્યાં મામલો એકદમ અલગ છે. આસામને લઈને અલગ આદેશ જાહેર થવો જોઈએ. કપિલ સિબ્બલ તરફથી કરવામાં આવેલી અપીલ એવી છે કે, જો આ મામલા પર સ્ટે નહિ લગાવાયો તો ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવે. આ પર ચીફ જસ્ટિસેક કહ્યું કે, મને નથી લાગતું કે કોઈ પણ પ્રોસેસ પરત લઈ શકાય છે. આપણે આવો આદેશ લાગુ કરી શકીએ છીએ, જે હાલની સ્થિતિ છે તે અનુરૂપ હશે.

હકીકતમાં, ડિસેમ્બરમાં જ્યારે મામલાની સુનવણી થઈ હતી, ત્યારે 60 અરજીઓ હતી. ચીફ જસ્ટિસ એસ. એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ પર સુનવણી કરશે. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ તો જાહેર કરી હતી. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ જાહેર કરી હતી. પરંતુ કાયદા પર પ્રતિબંધ લગાવ્યો ન હતો. બિનસરકારી સંગઠન માઈનોરિટી ફ્રન્ટ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ સહિત અનેક લોકોએ આ અરજી દાખલ કરી છે. હકીકતમાં, નાગરિકતા સંશોધન કાયદાનો દેશના અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ રાજ્યોના હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ આ કાયદા અંતર્ગત દાખલ કરાઈ છે. ગત દિવસોમાં સીએએને લઈને દાખલ કરાયેલ અરજીની સુનવણી કરતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે, દેશ હજી પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે અહીં શાંતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, સીએએની વિરુદ્ઘ જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે, તેના પર સુનવણી જાહેર કરીને હિંસાને રોક્યા બાદ જ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news