જૂના મતભેદો ભૂલાવીને પહેલાની જેમ ભેગો થયો આખો અંબાણી પરિવાર, સ્ટેજ પર કર્યો ડાન્સ

 અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે એક સમયે પડેલી તિરાડો હવે ભૂંસાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ઈશા અંબાણીના લગ્નની સંગીત સેરેમની હાલ ઉદયપુરમાં રંગેચંગે ઉજવાઈ રહી છે. જ્યાં આખુ બોલિવુડ ઉમટ્યુ છે. ત્યારે અનિલ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે ભત્રીજીના લગ્નમાં દેખાઈ રહ્યો છે. તેની સાથે નીતિ અંબાણી પણ છે. આખા અંબાણી પરિવારે ગુજ્જુ ગીત પર ડાન્સ કર્યો હતો. આ માહોલ બધા મહેમાનો માટે જોવા જેવો બની રહ્યો હતો. 

 જૂના મતભેદો ભૂલાવીને પહેલાની જેમ ભેગો થયો આખો અંબાણી પરિવાર, સ્ટેજ પર કર્યો ડાન્સ

નવી દિલ્હી : અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે એક સમયે પડેલી તિરાડો હવે ભૂંસાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ઈશા અંબાણીના લગ્નની સંગીત સેરેમની હાલ ઉદયપુરમાં રંગેચંગે ઉજવાઈ રહી છે. જ્યાં આખુ બોલિવુડ ઉમટ્યુ છે. ત્યારે અનિલ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે ભત્રીજીના લગ્નમાં દેખાઈ રહ્યો છે. તેની સાથે નીતિ અંબાણી પણ છે. આખા અંબાણી પરિવારે ગુજ્જુ ગીત પર ડાન્સ કર્યો હતો. આ માહોલ બધા મહેમાનો માટે જોવા જેવો બની રહ્યો હતો. 

— dna After Hrs (@dnaAfterHrs) December 9, 2018

ગુજ્જુ ગીત પર ડાન્સ કરતા આખો અંબાણી પરિવાર ફરીથી એકજૂટ થયેલો દેખાઈ રહ્યો હતો. જેમાં કોકિલાબેન અંબાણીએ પણ ડાન્સ કર્યો હતો. બંને વહુઓને આજુબાજુ લઈને કોકિલા અંબાણી પૌત્રીની સંગીત સેરેમનીમાં ડાન્સ કરતા નજરે આવ્યા હતા. 

બોલિવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ વચ્ચે બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમા બંધાવા જઈ રહી છે. ઈશાના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈના અંબાણી હાઉસમાં યોજાવાના છે. પરંતુ આ પહેલા ઈશા અને આનંદના સંગીતથી લઈને અનેક રીતરિવાજો ઉદયપુરમાં શાહી ઠાઠથી ઉજવવામાં આવી રહી છે. અંબાણી પરિવારમાં ચાલી રહેલ આ જશ્નમાં આખુ બોલિવુડ ઉમટી પડ્યું છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ઐશ્વર્યા, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, દિશા પટાની, પ્રિયંકા ચોપરા જેવા અનેક કલાકારો સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news