આખરે નાગેશ્વર રાવને કેમ બનાવવામાં આવ્યા CBIના વચગાળાના ડાયરેક્ટર?

આ પહેલાં એજન્સીએ એક અભૂતપૂર્વ પગલું ભરતાં પોતાના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચનો કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે ત્રણ કરોડ રૂપિયાની લાંચના બદલામાં તેમણે એક બિઝનેસમેન સતીશ સનાને રાહત પુરી પાડી હતી.

આખરે નાગેશ્વર રાવને કેમ બનાવવામાં આવ્યા CBIના વચગાળાના ડાયરેક્ટર?

નવી દિલ્હી: સીબીઆઇમાં નંબર 1 અને નંબર 2 વચ્ચે મચેલા ઘમાસાણના લીધે એજન્સીની છબિ પ્રભાવિત થઇ રહી છે. કેંદ્રની વધતી જતી ચિંતા વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર સીવીસીને ભલામણ કરવામાં આવી છે કે બંને ટોચના અધિકારીઓ પાસેથી તેમના અધિકારો છિનવી લેતાં બળજબરીપૂર્વક રજા પર મોકલી દેવા જોઇએ. આ ભલામણના આધારે નિર્ણય લેતાં સરકારે વરિષ્ઠ આઇપીએસ અધિકારી એમ નાગેશ્વરને વચગાળાના ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. 

એમ નાગેશ્વર રાવ
1986 બેચના ઓડિશા કેડરના આઇપીએસ અધિકારી છે. આ પહેલાં સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. મોડી રાત્રે તેમને તાત્કાલિક અસરથી સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર નિમવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇ નિર્દેશક આલોક વર્મા અને નંબરનું સ્થાન ધરાવનાર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનો એકબીજા સાથે વિવાદ ચાલી રહ્યો છે અને બંને એકબીજા વિરૂદ્ધ આરોપ લગાવી રહ્યા છે.
CBI निदेशक आलोक वर्मा पर केंद्र की बड़ी कार्रवाई, नागेश्‍वर राव होंगे अंतरिम निदेशक

એમ નાગેશ્વર રાવ 1986 બેચના ઓડિશા કેડરના આઇપીએસ અધિકારી છે

આ પહેલાં એજન્સીએ એક અભૂતપૂર્વ પગલું ભરતાં પોતાના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચનો કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે ત્રણ કરોડ રૂપિયાની લાંચના બદલામાં તેમણે એક બિઝનેસમેન સતીશ સનાને રાહત પુરી પાડી હતી. લાંચની રકમ વચોટીયા મનોજ પ્રસાદે પ્રાપ્ત કરી હતી. પ્રસાદની 16 ઓક્ટોબર 2018ના રોજ ભારત આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરતાં સીબીઆઇએ સોમવારે રાકેશ અસ્થાનાની ટીમ સાથે સંકળાયેલા ડીએસપી દેવેંદ્વ કુમારની ધરપકડ કરવામાં આવી છે. દેવેંદ્વ કુમારને સાત દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન રાકેશ અસ્થાના પોતાના વિરૂધ્ધ એફઆઇઆરને રદ કરાવવા માટે મંગળવારે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ કર્યો. હવે આ કેસની સુનાવણી 29 ઓક્ટોબરે થશે.

આલોક વર્મા
યુટી કેડરના 1979 બેચના આઈપીએએસ ઓફિસર છે આલોક વર્મા. ફેબ્રુઆરી, 2017થી તેઓ સીબીઆઈના ચીફ છે. સીબીઆઈ પહેલા તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર હતા.

રાકેશ અસ્થાના
1984 બેચના ગુજરાત આઈપીએસ ઓફિસર હાલ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે. જેએનયુના વિદ્યાર્થી રહી ચૂકેલ અસ્થાનાએ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ અને ગોધરા ટ્રેનના કેસની તપાસ કરી હતી. સ્ટર્લિંગ બાયોટેકમાં કથિત ભૂમિકા માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, તેમણે આ કેસમાં લાંચ તરીકે 3.8 કરોડ રૂપિયા લીધા છે. 

એ.કે.શર્મા
ગુજરાત કેડરના 1987 બેચના આઈપીએસ ઓફિસર એ.કે.શર્મા 2015માં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સીબીઆઈમાં સામેલ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં જ વર્મા દ્વારા તેમને પ્રમોશન આપીને અતિરિક્ત નિર્દેશક બનાવાયા હતા. એટલું જ નહિ, અસ્થાના દ્વારા સંભાળવામાં આવતો બધો જ ચાર્જ એ.કે.શર્માને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈમાં મોટાભાગના કેસમાં તેઓ વર્માને સલાહ આપતા.

દેવેન્દ્ર કુમાર
સીબીઆઈમાં ડીએસપી કુમારની સોમવારે જ આ કેસમાં ધરપકડ કરાઈ છે. તે કુરેશીની વિરુદ્ધ કેસમાં IO હતા. સીબીઆઈએ દાવો કર્યો છે કે, તેમણે સનાનું ખોટું નિવેદન બનાવડાવ્યું હતું, જેણે કેસમાં રાહત માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.

મોઈન કુરેશી
મોઈન કુરેશીએ એક નાનકડા કતલખાનાથી શરૂઆત કરી હતી. હાલ તેઓ ભારતના સૌથી મોટા માંસનો વેપાર કરતા ઉદ્યોગપતિ બની ગયા છે. તેઓ પૂર્વ સીબીઆઈ પ્રમુખ એપી સિંહ અને રંજીત સિન્હાના નજીકના મિત્ર હતા. હાલ એજન્સી તેમની સામે ટેક્સ ચોરી, લોન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારના આરોપોનો કેસ ચલાવી રહી છે. 2011માં તેમણે પોતાની દીકરીના લગ્નમાં પાકિસ્તાનના જાણીતા ગાયક રાહત ફતેહ અલી ખાનને બોલાવ્યા હતા. 

સતીષ બાબુ સના
તેઓ હૈદરાબાદના બિઝનેસમેન છે. એક સમયે તેઓ આંધ્રપ્રદેશ સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારી હતી. નોકરી છોડીને તેમને અનેક કંપનીઓમાં કામ કર્યું. પોલિટિક્સમાં તેમની ઉંચી વગ છે. 2015માં મોઈન કુરેશી વિર્દુધ એક ઈડી કેસમાં સૌથી પહેલીવાર સતીષ બાબુ સનાનું નામ સામે આવ્યું હતું. આ તપાસ અસ્થાનાની ટીમે જ કરી હતી. 

મનોજ અને સોમેશ પ્રસાદ
મનોજ દૂબઈથી કામ કરવા વચેટિયો છે, જેની ધરપકડ સીબીઆઈએ કરી છે. તે ઈન્વેસ્ટર બેંકર તરીકે પ્રખ્યાત છે અને પોતાના ભાઈ સોમેશ સાથે મળીને તે અનેક બિઝનેસ કરે છે. બંને યુપીના છે, અને એક દાયકાથી વિદેશમાં છે. દૂબઈ પહેલા સોમેશ લંડનમાં હતા. સનાએ દાવો કર્યો છે કે, મનોજે તેનું નામ ક્લિયર કરવા માટે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા, જે અસ્થાનાને આપવાના હતા. 

કેવી રીતે શરૂ થઈ હતી મહાભારત
આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચેનો વિવાદ ઓક્ટોબર 2017માં જ શરૂ થયો હતો, જેમાં વર્માએ સીવીસીના નેતૃત્વવાળી પાંચ સદસ્યોની પેનલની બેઠકમાં અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકેના પ્રમોશન પર વાંધો ઉઠાવ્યો હતો. વર્માનું માનવું હતું કે, અધિકારીનો ઈન્ડક્શનને લઈને તેમના દ્વારા કરાયેલ અરજીને અસ્થાનાએ બગાડી મૂકી છે. તેમણે અસ્થાના પર એ પણ આરોપ લગાવ્યો કે, સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં અસ્થાનાના રોલને કારણે સીબીઆઈ વિવાદમાં ફસાઈ છે. જોકે, પેનલે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો, અને અસ્થાનાને પ્રમોટ કર્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ અસ્થાનાને આ મામલે ક્લિન ચીટ આપી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news