Twin Tower Demolition: જાણો કોણે અને કેવી રીતે જમીનદોસ્ત કર્યું 32 માળનું ટ્વિન ટાવર

Twin Tower Demolition: એડિફિસ કંપનીના ઈન્ડિયન બ્લાસ્ટર ચેતન દત્તા નોઇડાના ટ્વિન ટાવરના બ્લાસ્ટનું ફાઇનલ બટન દબાવશે. ચેતન દત્તાનો India.com સાથેનો એક્સક્લુઝિવ વીડિયો ઈન્ટરવ્યુ જેમાં તેણે સુપરટેક ટ્વીન ટાવર કેવી રીતે પડશે તે સમજાવ્યું છે

Twin Tower Demolition: જાણો કોણે અને કેવી રીતે જમીનદોસ્ત કર્યું 32 માળનું ટ્વિન ટાવર

Twin Tower Demolition: નોઈડાના સેક્ટર 93 A માં ભ્રષ્ટાચારના પાયા પર ઉભા થયેલા 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે (રવિવાર) તોડી પાડવામાં આવશે. સુપરટેક ટ્વિન ટાવરને તોડી પાડવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આ ટ્વિન ટાવરને ક્યારે, કેવી રીતે અને કોણ બટન દબાવી કરશે જમીનદોસ્ત આવો જાણીએ અહીંયા... એડિફિસ કંપનીના ઈન્ડિયન બ્લાસ્ટર ચેતન દત્તા નોઇડાના ટ્વિન ટાવરના બ્લાસ્ટનું ફાઇનલ બટન દબાવશે. ચેતન દત્તાનો India.com સાથેનો એક્સક્લુઝિવ વીડિયો ઈન્ટરવ્યુ જેમાં તેણે સુપરટેક ટ્વીન ટાવર કેવી રીતે પડશે તે સમજાવ્યું છે.

ચેતન દત્તાએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ 2022 ના બપોરે 2.30 વાગે અમે બ્લાસ્ટ કરીશું અને બિલ્ડિંગથી લગભગ 50 મિટર દૂર પર બ્લાસ્ટના સમયે અમે માત્ર 6 લોકો હાજર રહીશું. આ છ લોકોમાં એક પ્રોજેકટ મેનેજર મયુર મહેતા, એક હું ચેતન દત્તા, ત્રણ અમારા ફોરેન એક્સપર્ટ અને એક પોલીસનો માણસ હાજર હશે. તેમાં એક્સપ્લોસિવ લગાવવામાં આવ્યા છે અને અમે જે એક્સપ્લોસિવ વાપરી રહ્યા છીએ તે એકદમ લાઈટ એક્સપ્લોસિવ છે. પરંતુ આ બિલ્ડિંગ એક વોટરફોલની જેમ તૂટી પડશે. જે એક્સપ્લોસિવ માઇન્સમાં વપરાય છે તેવા કોઈ એક્સપ્લોસિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ચેતન દત્તાએ વધુમાં જણાવ્યું કે, માત્ર એક કે બે જગ્યા જે ખુબ જ હાર્ડ છે ત્યાં હાઈ એક્સપ્લોસિવ યુઝ કરવામાં આવ્યો છે. આ સીવાય અન્ય બીજી જગ્યાઓ પર ક્લાસીક એક્સપ્લોસિવ યુઝ કરવામાં આવ્યો છે. જે ખુબ જ લાઈટ એક્સપ્લોસિવ હોય છે. બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા અને તેના સ્ટિલને તોડવા માટે યોગ્ય છે. બ્લાસ્ટની ટેક્નિક ડી લેયર્સ સાથે ડિપેન્ડ કરે છે. આ ડી લેયર્સ 200ms થઈ લઇને 7000ms ની છે. આપણને પણ એવું લાગશે કે એક સાથે બ્લાસ્ટ થયો છે. પરંતુ મીલી સેકન્ડના ગેપમાં બ્લાસ્ટ થશે અને જેના કારણે બિલ્ડિંગ વોટર ફોલની જેમ જમીનદોસ્ત થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news