Corona Pandemic: ક્યારે ખતમ થશે Covid19 મહામારી? જાણીતા વાયરોલોજિસ્ટે આપ્યો જવાબ

દેશમાં સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે કહ્યુ કે, બાદની સ્થિતિ સરળ રહેવાની નથી. સંભવતઃ તે વધુ લાંબી ચાલશે. 

Corona Pandemic: ક્યારે ખતમ થશે Covid19 મહામારી? જાણીતા વાયરોલોજિસ્ટે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 ( Corona Pandemic) ની બીજી લહેર ધીમી પડી રહી હોય તોમ લાગી રહ્યું છે, પરંતુ ક્યારે ખતમ થશે Covid19 મહામારી? તેના પર એક પ્રતિષ્ઠિત વાયરોલોજિસ્ટે જવાબ આપ્યો છે. 

વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે મંગળવારે કહ્યુ, ભારતમાં કોવિડની બીજી લહેર ધીમી પડી રહી છે, પરંતુ સંભવતઃ આ પ્રથમ લહેરથી વધઉ લાંબી ચાલશે અને જુલાઈ સુધી જારી રહી શકે છે. જમીલ અશોક વિશ્વવિદ્યાલયમાં ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સના ડાયરેક્ટર છે. 

એક મીડિયા સમૂહ દ્વારા આયોજીત ઓનલાઇન કાર્યક્રમમાં જમીલે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર પોતાની પિક પર પહોંચી ગઈ છે, તે કહેવું હજુ ઉતાવળ ગણાશે. જમીલે કહ્યુ, સંક્રમણના કેસ ભલે ઘટ્યા હોય, પરંતુ બાદની સ્થિતિ આસાન થવાની નથી. સંભાવના છે કે તે લાંબી ચાલશે અને જુલાઈ સુધી યથાવત રહી શકે છે. તેનો અર્થ તે થયો કે કેસમાં ઘટાડા છતાં આપણે દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણનો સામનો કરવો પડશે. વૈજ્ઞાનિક અનુસાર, કોરોનાની બીજી લહેરમાં કેસ પ્રથમ લહેરની જેમ સરળતાથી ઓછા થશે નહીં. 

જમીલે જણાવ્યુ,  ” પ્રથમ લહેરમાં આપણે જોયું કે કેસમાં સતત કમી આવી રહી હતી. પરંતુ યાદ રાખો કે આ વર્ષે આપણે ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા વધુ છે. 96-97 હજારની જગ્યાએ આ વખતે ચાર લાખ કેસ એક દિવસમાં સામે આવી રહ્યાં છે. તેથી તેમાં લાંબો સમય લાગશે. તેમના વિચારમાં ભારતમાં મૃત્યુદરના આંકડો સંપૂર્ણ રીતે ખોટા છે. તેમણે કહ્યું, આવુ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાજ્યના ખોટા ઈરાદાને કારણે નથી. પરંતુ આપણે જે રીતે રેકોર્ડ રાખીએ આ તેના કારણ છે. ભારતમાં બીજી લહેર કેમ આવી તેના પર ચર્ચા કરતા જમીલે કહ્યુ કે, સતત કહેવામાં આવતું હતુ કે ભારતમાં કંઈ ખાસ છે અને અહીંના લોકોમાં વિશેષ રોગ પ્રતિરોધક ક્ષમતા છે. 

વાયરોલોજિસ્ટે કહ્યુ, તમને ખ્યાલ છે, બાળપણમાં આપણે બીસીજીની રસી લગાવવામાં આવી હતી. આપણે મેલેરિયા થાય છે. તે રીતે તમામ તર્ક આવતા રહે છે. બીસીજીની રસી ક્ષયરોગ (ટીબી) ના બચાવ માટે લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરીને સંક્રમણ વધારવામાં મદદ કરી છે. 

વાયરોલોજિસ્ટે કહ્યુ- ડિસેમ્બર આવતા કેસ ઓછા થવા લાગ્યા. આપણે (રોગ પ્રતિકારક ક્ષમતા પર) વિશ્વાસ થવા લાગ્યો. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઘણા લગ્ન થયા, જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા. તેવા આયોજનો થયા જેમાં સંક્રમણ ઝડપથી ફેલાયું. તેમણે ચૂંટણી રેલીઓ અને ધાર્મિક આયોજનોને પણ આ શ્રેણીમાં રાખ્યા છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news