VIDEO: જ્યારે સોનિયા ગાંધી પર ભડકી ગયા હતાં અટલજી, ખુબ વઢીને શિખવાડી સભ્યતા
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલાત ખુબ ગંભીર છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલાત ખુબ ગંભીર છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના 93 વર્ષના દિગ્ગજ નેતા કિડની અને મૂત્રનળીમાં ઈન્ફેક્શન, પેશાબની માત્રા ઓછી થવાની ફરિયાદ બાદ 11 જૂનના રોજ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, દિલ્હી (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સ તરફથી આજે જારી થયેલા મેડિકલ બુલેટિન મુજબ પૂર્વ વડાપ્રધાનની હાલત ગત રાત જેવી જ છે. તેમની હાલાત નાજૂક છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.
એક સૂત્રના જણાવ્યાં મુજબ ન્યુમોનિયાના કારણે તેમના બંને ફેફસા બરાબર કામ કરતા નથી અને કિડની પણ કમજોર થઈ ગઈ છે. તેમની હાલત નાજૂક છે. વડાપ્રધાન મોદી બુધવારે સાંજે એમ્સ ગયા હતાં અને આજે ફરીથી એમ્સની મુલાકાતે છે. મોદી ગઈ કાલે સાંજે સાત વાગે હોસ્પિટલ પહોંચ્યા હતાં અને લગભગ 50 મિનિટ સુધી ત્યાં રહ્યાં. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ગુરુવારે સવારે પૂર્વ વડાપ્રધાનના હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. ભાજપના અનુભવી નેતા અને વાજપેયીના નજીક રહેલા લાલકૃષ્ણ અડવાણી પણ તેમના હાલચાલ જાણવા માટે એમ્સ પહોંચ્યા હતાં.
વાજપેયીની હાલતમાં સુધાર માટે આખા દેશમાં પૂજા પાઠ અને દુવાઓ માંગવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં લોકો તેમના જૂના વીડિયો શેર કરી રહ્યાં છે. શાનદાર ભાષણ શૈલી અને સટીક શબ્દોથી વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવાની આદતના કારણે રાજકીય કટ્ટર વિરોધીઓ પણ તેમના કાયલ રહ્યાં છે. વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીએ અનેક અવસરોએ પોતાની વાકપટુતાના કારણે વિપક્ષી ખેમાને પોતાના પક્ષમાં કરેલા છે.
એવા જ એક સમયની યાદ અમે તમને અપાવી રહ્યાં છે. જે સમય છે લોકસભામાં વર્ષ 2003માં વાજપેયીએ એક એવું ભાષણ આપ્યું હતું જેમાં તેઓ તત્કાલિન નેતા વિપક્ષ સોનિયા ગાંધી પર નારાજ થયા હતાં. સોનિયા ગાંધીએ સરકાર પર હુમલો કરવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે તત્કાલિન પીએમ વાજપેયીને ગમ્યા નહતાં.
સોનિયા ગાંધી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે તમે (સોનિયા ગાંધી) એક જ વાક્યમાં Incompetent (અક્ષમ), Insensitive (અસંવેદનશીલ), Irresponsible (બિનજવાબદાર) और Brazenly Corrupt (ભ્રષ્ટત્તમ) શબ્દ પ્રયોગ કર્યા છે. રાજકારણમાં તમારી સાથે જે ખભેથી ખભે મિલાવીને કામ કરી રહ્યાં છે આ દેશમાં મતભેદ હશે, તેમના અંગે તમારું આ મૂલ્યાંકન છે, મતભેદ પ્રગટ કરવાની આ રીત છે. એવું લાગે છે કે જાણે શબ્દકોષમાંથી શબ્દો શોધવામાં આવ્યાં છે. વાજપેયીએ પોતાના ભાષણમાં સોનિયા ગાંધીને કહ્યું કે ભારતમાં આ શબ્દોથી પોતાના રાજકીય વિરોધીઓ પર હુમલો કરવાની સભ્યતા નથી. અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયી પોતાના વિરોધીઓ પર હુમલા તો કરતા હતાં પરંતુ શબ્દોની મર્યાદાને ક્યારેય ગુમાવતા નહતાં. તેઓ સામેવાળા પાસેથી પણ એવી જ આશા રાખતા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે