તમામ યુઝર્સને પેમેન્ટ સેવા આપવાની શરૂઆત, Whatsappનો RBIને ઔપચારિક પત્ર

વ્હોટ્સએપ આશરે 10 લાખ યુઝર્સ સાથે પેમેન્ટ સર્વિસનું ટેસ્ટિંગ ચાલું કર્યું હતું, જે સફળ રહેતા હવે ઔપચારિક કાર્યવાહીઓ ચાલુ કરી

તમામ યુઝર્સને પેમેન્ટ સેવા આપવાની શરૂઆત, Whatsappનો RBIને ઔપચારિક પત્ર

નવી દિલ્હી : વ્હોટ્સએપ પ્રમુખે પોતાનાં તમામ ભારતીય યુઝર્સ માટે પેમેન્ટ સેવાની શરૂઆત કરી. ઔપચારિક પરવાનગી માટે ભારતીય રિઝર્વ બેંકને પત્ર લખ્યો છે. દેશમાં વ્હોટ્સએપનાં કુલ 20 કરોડ યુઝર છે. વ્હોટ્સએપને પોતાનાં પ્લેટફોર્મ દ્વારા નકલી સમાચારો અને સંદેશાઓનાં પ્રસાર કરવાની ઘટનાઓ માટે સરકારની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 

મેસેન્જિંગ એપનાં આશરે 10 લાખ યુઝર્સ સાથે પેમેન્ટ સેવાનું ટેસ્ટિંગ ચાલુ કર્યું હતું. જો કે તેને અનેક મહિનાઓ વીતી ગયા હોવા છતા પણ આ સેવા ચાલુ કરવા માટે નિયામકો પાસેથી મંજુરી મળી નથી. લોકપ્રિય એપ આશરે 2 વર્ષથી પેમેન્ટ સુવિધા મુદ્દે પોતાની યોજના મુદ્દે સરકારના સંપર્કમાં હતા. બીજી તરફ તેની પ્રતિદ્વંદી કંપની ગુગલ પોતાની ચુકવણીની સેવાઓને આગળ વધારી ચુકી છે. વ્હોટ્સએપ હાલમાં પ્રાયોગીક આધાર પર પેમેન્ટ સર્વિસનું સંચાલન કરી રહ્યું છે. 
રોજ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવથી ખુશખુશાલ નાગરિકો, સતત 13મા દિવસે ઘટ્યા ભાવ...
કંપનીના પ્રમુખ ક્રિસ ડેનિયલે હવે આરબીઆઇને પત્ર લખીને દેશમાં તમામ યુઝર્સને ચુકવણીની સેવા ઉપલબ્ધ કરાવવા માટે ઔપચારિક પરવાનગી આપવાની અપીલ કરી છે.ડેનિયલે આરબીઆઇ ગવર્નરને સંબોધિત પત્રમાં કહ્યું કે, હું તમને વ્હોટ્સએપની ભીમ યૂપીઆઇ (યૂનિફાઇટ પેમેન્ટ ઇન્ટરફેસ) પર ચાલનાર પેમેન્ટ પ્રોડક્ટની તમામ ભારતીય યુઝર્સ માટે તત્કાલ સેવા ચાલુ કરવા માટે ઔપચારિક અનુમતી આપવાની ભલામણ કરું છું. સાથે જ અમે ડિજિટલ સશક્તિકરણ અને આર્થિક સમાવેશન દ્વારા ભારતીય લોકોનાં જીવનને સારૂ બનાવનારી ઉપયોગી અને સુરક્ષીત સેવા રજુ કરવા માટેની તક આપો. 
શેરબજાર માટે મંગળવાર બન્યો અમંગળ, #SENSEX માં 152 પોઈન્ટનો ઘટાડો...
5 નવેમ્બરે લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપ ભાગીદારી બૈંકોએ પણ ઔપચારિક અનુમતી માટે પત્ર લખ્યો છે. વ્હોટ્સએપનાં ભાગીદાર બેંકોએ પણ ઔપચારીક પરવાનગી માટે પત્ર લખ્યો છે. વ્હોટ્સએપનાં પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારતમાં આશરે 10 લાખ લોકો વ્હોટ્સએપ પે સેવાનો લાભ લઇ રહ્યા છે. લોકોની પ્રતિક્રિયા ખુબ જ સકારાત્મક છે અને અને લોકો સામાન્ય અને સુરક્ષીત પદ્ધતીથી રૂપિયા મોકલી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news