COVID vaccine લેતા પહેલા અને ત્યારબાદ શું ખાવું અને શેનાથી દૂર રહેવું, ખાસ જાણો
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં 1.68 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ બધા વચ્ચે સરકારે રસીકરણ (Vaccination) ની પ્રક્રિયા પણ ઝડપી કરી છે. દેશભરમાં કરોડો લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ ચૂકી છે અને લાખો લોકો રોજ રસી લેવા માટે રસી સેન્ટર પણ પહોંચી રહ્યા છે. જો કે રસી (Corona Vaccine) લગાવ્યા બાદ તમને કોઈ આડઅસર ન થાય તેમાં તમારો ડાયેટ પણ ખુબ મહત્વનો ભાગ ભજવે છે.
રસી લગાવતા પહેલા ખુબ પાણી પીવો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ડોટ કોમના એક રિપોર્ટનું માનીએ તો કોરોનાની રસી મૂકાવતા પહેલા અને લીધા બાદ તમારે શું ખાવું જોઈએ અને શું નહીં તે જાણવું ખુબ જરૂરી છે. જો તમે કોવિડની રસી મૂકાવવા જઈ રહ્યા હોવ તો નિયમિત રીતે પાણી ખુબ પાણી પીવું જરૂરી છે. તરબૂચ, કાકડી, ખીરા કાકડી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો. જેથી કરીને રસીના કારણે થતી આડઅસરની આશંકા ઓછી થઈ શકે. આ સાથે જ રસીના આખા કોર્સ દરમિયાન તમને સારું મહેસૂસ થાય.
દારૂથી અંતર જાણવો
રસી મૂકાવ્યા બાદ દારૂનું સેવન બિલકુલ ન કરો. કારણ કે તેના કારણે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે રસીની આડ અસર વધી જાય છે. આલ્કોહોલ રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીનું માનીએ તો રસી મૂકાવ્યા બાદ દારૂ પીવાથી ઈમ્યુનિટી પણ નબળી થાય છે.
પ્રોસેસ્ડ અને ગળી વસ્તુથી દૂર રહો
બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશિયનમાં પ્રકાશિત એક રિસર્ચનું માનીએ તો કોવિડ રસી લગાવ્યા બાદ સેચુરેટેડ ફેટ અને કેલેરીઝથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડથી બિલકુલ દૂર રહેવું જોઈએ. જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનના એક સ્ટડીનું માનીએ તો કોરોનાની રસી મૂકાવ્યા બાદ વધુ પડતી ગળી અને ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નહીં તો સ્ટ્રેસ અને એન્ઝાઈટી(Stress and anxiety) થઈ શકે છે અને ઊંઘ પણ બગડી શકે છે.
Whole grain અને ફાઈબરથી ભરપૂર વસ્તુ ખાઓ
કોરોના રસી લીધા બાદ શક્ય હોય તો સ્વસ્થ અને સંતુલિત ડાયેટ (Healthy and balanced diet) નું સેવન કરો. જેમાં Whole grain અને ફાઈબરથી ભરપૂર ચીજો સામેલ કરો. જેથી કરીને ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે. અમેરિકાના સીડીસીનું માનીએ તો કેટલાક લોકોને રસી લીધા બાદ બેહોશી જેવા લક્ષણ પણ જોવા મળે છે. આવામાં ભરપૂર પાણી પીવું અને હેલ્ધી ડાયેટનું સેવન કરીને nxiety અને બેહોશી જેવી મુશ્કેલીઓને રોકી શકાય છે.
(ખાસ નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સકની સલાહ લેવી. ઝી મીડિયા આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે