WB-Assam Polls 2nd Phase Live: બંગાળ-12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં 27.45 ટકા મતદાન નોંધાયું

પશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે. 

WB-Assam Polls 2nd Phase Live: બંગાળ-12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં  27.45 ટકા મતદાન નોંધાયું

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) અને આસમ (Assam) માં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ (Nandigram)  બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે. 

લાઈવ અપડેટ્સ....
- 12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં  27.45 ટકા મતદાન નોંધાયું. 
- પશ્ચિમ બંગાળના કેશપુરમાં બૂથ સંખ્યા 173 પર કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના પોલીંગ એજન્ટની પીટાઈ કરી. પોલીંગ એજન્ટને હોસ્પિટલ ખસેડાયો. ભાજપના સ્થાનિક નેતા તન્મય ઘોષ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો  તેમની કાર સાથે પણ તોડફોડ કરાઈ. (ઈનપુટ-પૂજા મહેતા)   
-એવા રિપોર્ટ્સ છે કે મતદાન શરૂ થયા પહેલા તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરની પશ્ચિમ બંગાળના પશ્ચિમી મેદિનીપુર જિલ્લામાં કથિત રીતે હત્યા કરવામાં આવી. 48 વર્ષના ઉત્તમ ડોલુઈ કેશરપુર વિસ્તારના હરિહરપુરના એક સ્થાનિક  ક્લબમાં તેઓ હતા. ત્યારે જ 10થી 15 અજાણ્યા લોકોએ તેમના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમનું મોત થયું. 

— ANI (@ANI) April 1, 2021

- દેબરા વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે તૃણમૂલ કોંગ્રેસ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'નોઆપારામાં બૂથ નંબર 22 પર મારા પોલીંગ એજન્ટને ટીએમસીના 150 ગુંડાઓએ ઘેરી લીધા. મને મતદાન કેન્દ્રની અંદર જવાની મંજૂરી ન અપાઈ. આ બાજુ બરૌનિયામાં મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે અને ટીએમસીનું ચૂંટણી ચિન્હ દેખાડવામાં આવી રહ્યું છે.'
- ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં આસામમાં 10.51 ટકા અને પશ્ચિમ બંગાળમાં 13.14 ટકા મતદાન નોંધાયું. 

— ANI (@ANI) April 1, 2021

- એક CAPF જવાન કમલ  ગાંગુલીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાન કેન્દ્ર પર ફાંસી લગાવી લીધી. જવાન ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હતો. તેણે પોલિંગ બૂથની અંદર જ આત્મહત્યા કરી. 
- નંદીગ્રામમાં મત આપ્યા બાદ ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ કહ્યું કે હું મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. કારણ કે સમગ્ર દેશ નંદીગ્રામ તરફ જોઈ રહ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે વિકાસ કે તૃષ્ટિકરણનું રાજકારણ જીતશે.

— ANI (@ANI) April 1, 2021

- ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે બંગાળમાં ખેલા નહીં વિકાસ થશે. 

બંગાળના 4 જિલ્લાની 30 બેઠકો માટે મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે. 

બંગાળના આ જિલ્લાઓમાં મતદાન
પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરની 9 બેઠક પર મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ 10,620 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરેલા છે અને કેન્દ્રીય દળોની લગભગ 651 કંપનીઓ તૈનાત કરાઈ છે. 

નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર ટકેલી છે. જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ તેમના જ પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી મેદાનમાં છે. 

આસમમાં 39 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં
આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 13 જિલ્લાની 39 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 26 મહિલાઓ છે. 73 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news