West bengal Election Results 2021: Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- BJP ને મળ્યો મહિલાના અપમાનનો જવાબ

પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવતી જોવા મળે છે. ટ્રેંડથી સ્પષ્ટ છે કે સત્તાધારી TMC ને 200થી વધુ સીટો મળે છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપ 100 સીટોની અંદર સમેટાતી જોવા મળી રહી છે.

West bengal Election Results 2021: Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- BJP ને મળ્યો મહિલાના અપમાનનો જવાબ

નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવતી જોવા મળે છે. ટ્રેંડથી સ્પષ્ટ છે કે સત્તાધારી TMC ને 200થી વધુ સીટો મળે છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપ 100 સીટોની અંદર સમેટાતી જોવા મળી રહી છે. ટ્રેંડમાં મમતા બેનર્જીની જીત સાથે જ દેશભરમાં વિપક્ષી નેતા તેમને શુભેચ્છા પાઠવી રહી છે. બંગાળમાં મમતા બેનર્જીની જીત વિપક્ષ માટે કોઇ ઓક્સિજનથી કમ નથી. 

મમતાને જીતની શુભેચ્છા પાઠવતાં દિલ્હીના સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં લખ્યું કે 'ઐતિહાસિક જીત માટે મમતા બેનર્જીને શુભેચ્છા, શું શાનદાર લડાઇ લડી, બંગાળના લોકોને પણ શુભેચ્છા.

તો બીજી તરફ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ મમતા બેનર્જીને ટ્રેંડમાં મળી રહેલી જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'મમતા બેનર્જીને આ મોટી જીત માટે શુભેચ્છા, હવે જનતાની ભલાઇ અને મહામારી સામે લડવાની દિશામાં મળીને કામ કરે છે.'

— Sharad Pawar (@PawarSpeaks) May 2, 2021

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીને આ જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું 'આ ભાજપાઇયોએ એક મહિલા પર કરેલા અપમાનજનક કટાક્ષ 'દીદી ઓ દીદી' જનતા દ્વારા આપવામાં આવેલો જડબાતોડ જવાબ છે.' 

ये भाजपाइयों के एक महिला पर किए गए अपमानजनक कटाक्ष ‘दीदी ओ दीदी’ का जनता द्वारा दिया गया मुँहतोड़ जवाब है।

# दीदी_जिओ_दीदी pic.twitter.com/wlnUmdfMwA

— Akhilesh Yadav (@yadavakhilesh) May 2, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news