CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત, પેગાસસ પર સર્વદળીય સંમેલન બોલાવવાની કરી માંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, જે એક ઔપચારિક મુલાકાત હતી. અમને વધુ વેક્સિન મળે તે માટે પીએમ સાથે વાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ મમતાએ કહ્યુ કે હું ઈચ્છુ છું કે પ્રધાનમંત્રીએ પેગાસસ મુદ્દા સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. આ મામલાની તપાસ થવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થાય. તો મમતા બેનર્જી બુધવારે 10 જનપથ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, જે એક ઔપચારિક મુલાકાત હતી. અમને વધુ વેક્સિન મળે તે માટે પીએમ સાથે વાત કરી છે. અમારા રાજ્યને વસ્તી પ્રમાણે બીજા રાજ્યોથી ઓછી રસી મળી છે. મમતાએ કહ્યું કે, પ્રધાનમંત્રીને વસ્તી અનુસાર રાજ્યને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. તો પ્રધાનમંત્રી કાર્યાલયે મુલાકાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. મુલાકાતની એક તસવીર સેર કરતા પીએમઓએ કહ્યુ- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે.
West Bengal CM Mamata Banerjee met Prime Minister Narendra Modi in Delhi today pic.twitter.com/zRKIGgoLfT
— ANI (@ANI) July 27, 2021
સોનિયા ગાંધીને મળશે મમતા
ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ મમતા બેનર્જીની પ્રધાનમંત્રી સાથે આ પ્રથમ મુલાકાત છે. તેઓ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી સાથે મુલાકાત પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સામે મુલાકાત કરી હતી. તેમનો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને વિપક્ષી પાર્ટીના અન્ય નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ છે. મમતા બેનર્જી બુધવારે દિલ્હીમાં દિલ્હીમાં 10 જનપથ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે