West Bengal: બંગાળમાં ભાજપે આ મહિલાને આપી ટિકિટ, પણ છેલ્લી ઘડીએ મહિલાએ કર્યો જબરદસ્ત ધડાકો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) માટે 148 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પાર્ટીએ કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત સોમન મિત્રાના પત્ની શિખા મિત્રાને કોલકાતાની ચૌરંગી વિધાનસભા બેઠકથી ઉમેદવાર બનાવ્યા.

West Bengal: બંગાળમાં ભાજપે આ મહિલાને આપી ટિકિટ, પણ છેલ્લી ઘડીએ મહિલાએ કર્યો જબરદસ્ત ધડાકો

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) માટે 148 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પાર્ટીએ કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત સોમન મિત્રાના પત્ની શિખા મિત્રાને કોલકાતાની ચૌરંગી વિધાનસભા બેઠકથી ઉમેદવાર બનાવ્યા પરંતુ ઉમેદવારીની જાહેરાત થયાના ગણતરીની પળોમાં તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. 

શિખા મિત્રાએ ચૂંટણી લડવાની કેમ ના પાડી?
દિવંગત સોમન મિત્રાના પત્ની શિખા મિત્રા (Sikha Mitra) એ કહ્યું કે 'હું ક્યાંયથી પણ ચૂંટણી લડવાની નથી. મારી મંજૂરી વગર મારા નામની જાહેરાત કરાઈ છે. હું ભાજપમાં સામેલ થઈશ નહીં.' અત્રે જણાવવાનું કે શિખા મિત્રાની ભાજપના નેતા અને કૌટુંબિક મિત્ર શુવેન્દુ અધિકારી સાથે મુલાકાત બાદ એવી અટકળો તેજ થઈ હતી કે તેઓ ભાજપ જોઈન કરવાના છે. 

ભાજપની યાદીમાં આ મોટા નેતાઓનું નામ
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ગુરુવારે આખી ચાર તબક્કાના મદાન માટે 148 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જેમાં શિખા મિત્રા ઉપરાંત પાર્ટીના ઉપાધ્યક્ષ મુકુલ રોય, પાર્ટીના રાજ્ય શાખાના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હાના નામ સામેલ છે. અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરીની હાજરીમાં ભાજપ સીઈસી સભ્યોની બેઠક દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે બુધવારે થઈ હતી. જેમાં 148 ઉમેદવારોના નામ પર મહોર લાગી હતી. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news