Gujarat Rain: સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Rain Forecast: હવામાન ખાતા મુજબ કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. જ્યારે સેન્ટ્રલ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી સતત વધશે. સમગ્ર દેશની વાત કરીએ તો 9 જુલાઈથી અહીંના કેટલાક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અને બે દિવસ સુધી ભારે વરસાદ પડશે. 

Gujarat Rain: સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Rain Forecast: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાનું માનીએ તો કેટલાક રાજ્યોમાં હવે વરસાદ ઓછો થશે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી જાણકારી મુજબ આજે દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.

આ રાજ્યોમાં રહેશે વરસાદ
હવામાન ખાતા મુજબ કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. જ્યારે સેન્ટ્રલ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી સતત વધશે. સમગ્ર દેશની વાત કરીએ તો 9 જુલાઈથી અહીંના કેટલાક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અને બે દિવસ સુધી ભારે વરસાદ પડશે. 

ગુજરાતમાં 7 જુલાઈએ ભારે થી પણ અતિભારે વરસાદનું આગાહી
હવામાન ખાતા દ્વારા 7 જુલાઈ શુક્રવારના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.   જ્યારે  8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયું છે. 

ગુજરાતમાં હવે શું રહેશે સ્થિતિ
આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.  તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યમાં વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.

નવી દિલ્હીના હાલ
દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે સવારે ભારે વરસાદ થયો હતો. ત્યારબાદ આખો દિવસ હવામાન ઠંડુ રહ્યું. આજની વાત કરીએ તો આજે પણ દિલ્હીમાં હળવો વરસાદ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો આજે ન્યૂનતમ તાપમાન ઓછુ થઈને 26 ડિગ્રીએ પહોંચશે. જ્યારે વધુમાં વધુ 35 ડિગ્રી રહેશે. આગામી પાંચ દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે એવી હવામાન ખાતાની આગાહી છે. 

ઉત્તર પ્રદેશનું હવામાન
હવામાન ખાતાના જણાવ્યા મુજબ યુપીની રાજધાની લખનઉમાં આજે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી અને વધુમાં વધુ 35 ડિગ્રી રહેશે. જ્યારે લખનઉમાં એક કે બે ઝાપટા પડે તેવી વકી છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટનું માનીએ તો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, અસમના કેટલાક ભાગો, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, વિદર્ભ અને મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ ઉત્તર પૂર્વ ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમુહ,લક્ષદ્વિપ, આંતરિક કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચાલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news