સરકાર બનાવશે કે પછી વિપક્ષમાં રહેશે INDIA?,મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો મોટો સંકેત

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પ્રમાણે વ્યક્તિગત રૂપથી નરેન્દ્ર મોદી માટે ન માત્ર રાજકીય પરાજય છે પરંતુ નૈતિક હાર પણ છે. તેમણે દાવો કર્યો, પરંતુ આપણે બધા તેમની આદતોથી વાકેફ છીએ. 

સરકાર બનાવશે કે પછી વિપક્ષમાં રહેશે INDIA?,મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો મોટો સંકેત

નવી દિલ્હીઃ એક તરફ 7 જનકલ્યાણ લોક માર્ગ પર મોદી સરકાર 3.0 લોડ થઈ રહી હતી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધનના નેતાઓની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ બેઠકમાં ભવિષ્યની રણનીતિની સાથે સાથે કેન્દ્રમાં સરકાર બનાવવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકમાં ચૂંટણીના પરિણામને પ્રધાનમંત્રી મોદીની હાર ગણાવી હતી જુઓ આ રિપોર્ટ.. 

આ સવાલ હજુ પણ સવાલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ I.N.D.I. ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે ગઠબંધનની બેઠક થઈ હતી. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના દિલ્હીના ઘરે થઈ રહી છે.. બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે સંબોધન દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, INDIA જૂથના તમામ પક્ષો એક થઈને ચૂંટણી લડ્યા. લોકસભા ચૂંટણીનો આ જનાદેશ નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં છે. આ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત હાર અને મોટું નુકસાન છે. જોકે, નરેન્દ્ર મોદી આ જનાદેશને સ્વીકારશે નહીં. દેશના બંધારણનું સન્માન કરતાં તમામ પક્ષોનું INDIAમાં સ્વાગત છે..

આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી, એનસીપીના શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, સવાલ એ છેકે, વિપક્ષ ગઠબંધનની સરકાર બનાવવા ઈચ્છે તો પણ કેવી રીતે શક્ય બનશે.. 

વાસ્તવમાં પરિણામોમાં ગઠબંધનને કુલ 204 બેઠકો મળી છે. ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોના સમર્થનની જરૂર છે. આવી સ્થિતિમાં, બહુમતી માટે તેમણે વર્તમાન સીટ શેરિંગની બહાર ભાગીદારો શોધવા પડશે. માહિતી એ પણ આવી રહી છે કે, 2 બેઠક પરથી ચૂંટણી લડેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે છે.. રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ બની રહેશે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓ રાયબરેલીમાં હોય કે વાયનાડમાં, વિપક્ષમાં હોય કે સરકારમાં હોય, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે, જનતાએ ભાજપનો હિસાબ કરી દીધો છે. દેશે મોદીને નકારી દીધા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news