Breaking News: સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ત્રણેય કૃષિ કાયદા પર લગાવ્યો પ્રતિબંધ

આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 

Breaking News: સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ત્રણેય કૃષિ કાયદા પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી દિલ્હીની સરહદો પર કિસાનોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાનો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 

કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ, કમિટીની રચના
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે. 

— ANI (@ANI) January 12, 2021

અમે કાયદો સસ્પેન્ડ કરી શકીએઃ સુપ્રીમ
સાંસદ તિરૂચિ સીવાતરફથી જ્યારે વકીલે કાયદો રદ્દ કરવાની અપીલ કરી તો ચીફ જસ્ટિસે કહ્યુ કે, સાઉથમાં કાયદાને સમર્થન મળી રહ્યું છે. જેના પર વકીલે કહ્યું કે, દક્ષિણમાં દરરોજ તેની વિરુદ્ધ રેલી થઈ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યુ કે, તે કાયદો સસ્પેન્ડ કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈ લક્ષ્ય વગર નહીં. 

Updates:

- સુપ્રીમ કોર્ટે ગણતંત્ર દિવસ પરેડમાં વિઘ્ન પાડવાની આશંકા પર, જે દિલ્હી પોલીસે અરજી કરી હતી, તેને લઈને નોટિસ જારી કરી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, અમે સોલિસીટર જનરલની અરજી પર નોટિસ જારી કરી રહ્યાં છીએ. તેના પર સોમવારે સુનાવણી થશે. તમામ પક્ષોને અરજીની કોપી આપવામાં આવી. 

- ચીફ જસ્ટિસે કહ્યુ કે, અમને તેવું સાંભળવા મળ્યું છે કે પ્રતિબંધિત સંગઠન પણ આંલોદનમાં લાગેલા છે. તેના પર CJIએ એટોર્ની જનરલને કહ્યું કે, શું તે વાતની પુષ્ટિ કરે છે? એટોર્ની નજરલ કેકે વેણુગોપાલે કહ્યુ કે, અમે કહેવા ઈચ્છીએ છીએ કે ખાલિસ્તાનીયોએ વિરોધી પ્રદર્શનોમાં ઘુષણખોરી કરી છે. CJI બોલ્યા- તમે કાલ સુધી એફિડેવિડ આપો. તેનો અર્થ નથી કે અમે આ મામલા પર આજે આદેશ નહીં આપીએ. આદેશ આજ આવશે. તમે આ મુદ્દા પર કાલે જવાબ આપો. 

- આંદોલનકારીઓનું સમર્થન કરી રહેલા વકીલ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે, લોકોને રામલીલા મેદાનમાં જગ્યા મળવી જોઈએ. જ્યાં મીડિયા પણ તેને જોઈ શકે. તેનાપર કોર્ટે સવાલ ઉઠાવતા પૂછ્યુ કે શું હજુ સુધી કોઈએ રેલી માટે તંત્રમાં અરજી કરી? મુખ્ય ન્યાયાધીશે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે આદેશમાં કહીશું કે રામલીલા મેદાન કે અન્ય સ્થાનો પર વિરોધ પ્રદર્શન માટે કિસાન દિલ્હી પોલીસ કમિશનરની મંજૂરી માટે અરજી કરી શકે છે. 

પીએમ કેમ નથી કરતા વાત, શું બોલ્યા ચીફ જસ્ટિસ
કિસાન સંગઠનો તરફથી રજૂ વકીલ એમએલ શર્માએ કહ્યુ કે, કિસાનોએ કહ્યું કે, ઘણા લોકો વાતચીત માટે આવ્યા છે પરંતુ મુખ્ય વ્યક્તિ પ્રધાનમંત્રી આવ્યા નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ કે, અમે પીએમને વાતચીત કરવા માટે ન કહીં શકીએ. તે આ મામલામાં પાર્ટી નથી.

અમારી પાસે તાકાત તે પ્રમાણે લેશું પગલલા
ચીફ જસ્ટિસે કહ્યુ કે, અમે કાયદાકીય વૈધતાને લઈને ચિંતિત છીએ. સાથે નાગરિકોના જીવન અને સંપત્તિને લઈને ચિંતિત છીએ. અમે સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી પાસે એક શક્તિ છે કે અમે કાયદાને સસ્પેન્ડ કરીએ અને એક કમિટીની રચના કરીએ. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news