એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે તૈયાર છીએ અમે : અખિલેશ યાદવ
જો મોદી સરકાર 2019માં એક રાષ્ટ્ર, એક ચૂંટણી લાવવા માંગતી હોય તો સમાજવાદી પાર્ટી તે નિર્ણયનું સ્વાગત કરે છે
Trending Photos
લખનઉ : યૂપીમાં કૈરાના અને નૂરપુર પેટા ચૂંટણીનાં પરિણામોથી ઉત્સાહીત સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે. જો ચૂંટણી પંચ 2019ની લોકસભા ચૂંટણી સાથે સાથે જ યુપીમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન પણ કરાવવા માંગતી હોય તો તેમની પાર્ટી આ પહેલનું સ્વાગત કરશે અને પાર્ટીનાં કાર્યકર્તાઓ તેનાં માટે તૈયાર છે.
કેરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં જીતનારા ઉમેદવાર સાથે મુલાકાત બાદ બુધવારે અખિલેશે સપાનાં પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોઇ પેટા ચૂંટણી નહોતી. જે સીટો પર પેટાચૂંટણી થઇ છે તેના પરથી સ્પષ્ટ છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પરેશાન છે. અખિલેશ કૈરાનાં પેટાચૂંટણીમાંવિજયી સાંસદ તબસ્સુમ અને નૂરપુરમાંથી જીતેલા નઇમુલ હસનને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, કૈરાના અને નુરપુર પેટાચૂંટણી ખુબ જ મહત્વપુર્ણ હતી. તેમાં જનતા, ખેડૂત અને ગરીબોનાં નિર્ણયમાં સામાજિકતા, એકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. ખેડૂત જે હાલની સરકારથી સૌથી વધારે પરેશાન છે, તેણે સંગઠીત થઇને ભાજપને જવાબ આપ્યો. હવે સત્તામાં બેઠેલા લોકોને વિચારવાનું છે કે ખેડૂત અને ગરીબોનું જીવન કેટલું સારુ થયું છે.
યોગી સરકાર પર વ્યંગ
અખિલેશે કહ્યું કે, તેઓ ખેડૂત, ગરીબ, નવયુવાન, મજુરનો પણ આભાર વ્યક્ત કરે છે. સમાજવાદી પાર્ટીની સાથે જ તમામ પાર્ટીઓ તેની આભારી છે. ખેડૂત સૌથી વધારે પરેશાન છે સંકટમાં છે તેણે પણ એક થઇને ભારતીય જનતા પાર્ટીની ખોટી નીતિઓની વિરુદ્ધ મત્તદાન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે