અફઘાનિસ્તાનથી આવ્યું કાબુલ નદીનું જળ, મુખ્યમંત્રી યોગીએ કર્યો રામલલાનો અભિષેક
અફઘાનિસ્તાનની એક યુવતીએ કાબુલ નદીનું પાણી પીએમ મોદીને અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ચઢાવવા માટે મોકલ્યું હતું. યોદીએ કહ્યુ કે, હું આ જળ ભગવાન રામને અર્પિત કરવા માટે અયોધ્યા આવ્યો છું.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આજે અયોધ્યા પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, તે કાબુલ નદીનું જળ ચઢાવવા માટે અયોધ્યા આવ્યા છે જે ત્યાંની એક બાળકીએ પ્રધાનમંત્રી મોદીને મોકલ્યુ છે. મુખ્યમંત્રીએ ભગવાન રામલલા અને હનુમાનગઢીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી યોગીએ રામલલાનો જલાભિષેક પણ કર્યો હતો. સાથે મુખ્યમંત્રીએ ત્યાં 3 નવેમ્બરે થનાર દીપોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું.
ડરમાં જીવી રહેલી મહિલાઓનું દર્દ છે આ જળ
આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, અહીં ગંગાજળ અને કાબુલ નદીના પાણીને ભેળવીને પીએમ મોદીની સૂચના પર કાબુલની એક છોકરીએ ભયના છાયામાં જીવતી તમામ છોકરીઓ અને મહિલાઓની પીડા મોકલી છે. શ્રીરામના પવિત્ર જન્મસ્થળ પર આ જળ અર્પણ કરવાનો લહાવો મને મળ્યો છે.
કંઈક આવો રહેશે દિવાળીનો કાર્યક્રમ
આ વખતે વિદેશી રામલીલીમાં શ્રીલંકા અને નેપાળની રામલીલાનું પ્રસ્તુતીકરણ થશે. તો જનકપુર, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, અસમ, દિલ્હી અને અયોધ્યાની રામલીલા પણ મંચન કરશે.
દીપોત્સવ 1 નવેમ્બરથી શરૂ થશે અને 5 નવેમ્બરે સમાપ્ત થશે. 1 નવેમ્બરે રામ કથા પાર્કમાં અનૂપ જલોટાનો કાર્યક્રમ યોજાશે. તે જ દિવસે જનકપુર નેપાળની રામલીલાનું મંચન થશે. રામાયણ એપિસોડ વાટકર બહેન દ્વારા ગાવામાં આવશે અને કુ. ઈશા નિશા રતન દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવશે. 2જી નવેમ્બરે હેરિટેજ ટૂર સેમિનારનું આયોજન તેમજ જિલ્લાના 13 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, 2જી નવેમ્બરે વારાણસીના શ્રી રામ આધારિત નૃત્ય નાટકની પ્રસ્તુતિ, વિદ્યા કોલ્યુર મેંગલોરની યક્ષ ગાયન પ્રસ્તુતિ, 3જી નવેમ્બરે મુખ્ય કાર્યક્રમ જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સરકારના મંત્રીમંડળ સાથે દીવડા પ્રગટાવી ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આ દિવસે સવારે 10:00 કલાકે સાકેત ડિગ્રી કોલેજથી રામ કથા પાર્ક સુધી 11 ઝાંખીઓ કાઢવામાં આવશે. બપોરે 3:00 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ કથા પાર્કમાં આ ઝાંખીઓનું અવલોકન કરશે. ત્યારબાદ પુષ્પક વિમાન હેલિકોપ્ટર દ્વારા રામ કથા પાર્કમાં રામ સીતાનું આગમન થશે. રામ કથા પાર્કમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર દ્વારા રામ જાનકીની પૂજા કરવામાં આવશે અને પ્રતીકાત્મક રીતે રામ રાજ્ય અભિષેક કરવામાં આવશે. આ સાથે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે