Chief of Defence Staff બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતનો વીડિયો આવ્યો સામે

તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારો સામે આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખિયા એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS  બિપિન રાવત પણ સવાર હતા. આ સાથે જ તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે.

Chief of Defence Staff બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતનો વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારો સામે આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના મુખિયા એવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS  બિપિન રાવત પણ સવાર હતા. આ સાથે જ તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. આજે બપોરે 1 વાગ્યાને 17 મિનિટે આ હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. એરફોર્સે ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપી છે. સૂત્રોના મતે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળ્યાં છે. સુલુર એરબેઝથી હેલિકોપ્ટર જ્યારે વેલિંગ્ટન થઈ રહ્યું હતું તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાએ અકસ્માતના કારણોની તપાસના આદેશ આપ્યા છે. 

ક્રેશ બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) ને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના ક્રેશ થયા બાદ વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ તહ્યા બાદ ભીષણ આગા લાગી ગઇ. હેલિકોપ્ટર જે વિસ્તારમાં પડ્યું છે, ત્યાં જંગલ વિસ્તાર અછે. આ અકસ્માત ગાઢ ધુમ્મસ વચ્ચે નંજપ્પનચથિરામ વિસ્તારમાં તહ્યો અને શરૂઆતના દ્રશ્યોમાં હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ જોવા મળી. 

CDS બિપિન રાવતને લઇ જવામાં આવ્યા હોસ્પિટલ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) ઠીક છે અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જાણકારી અનુસાર અત્યાર સુધી 5 બોડી રિકવર કરવામાં આવી છે, જ્યારે ત્રણ ઘાયલોને બહાર નિકાળવામાં આવ્યા છે. બિપિન રાવત સહિત ત્રન ઘાયલો હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. 

#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.

(Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J

— ANI (@ANI) December 8, 2021

સુલુર અડ્ડાથી વેલિંગટન જઇ રહ્યું હતું હેલિકોપ્ટર
હેલિકોપ્ટર તમિલનાડુના પર્વતીય નીલગિરિ જિલ્લાના કુન્નુરમાં અકસ્માતનો શિકાર થઇ ગયું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટર ભારતીય વાયુ સેનાને સુલુર અડ્ડાથી વેલિંગટનમાં ડિફેન્સ સર્વિસીઝ કોલેજ (ડીએસજી) જઇ રહ્યા હતા. ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. 

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા
મળેલી વિગતો મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને એક સિનિયર અધિકારી હતા. જેમાંથી 9 લોકોના નામ સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમની મધુલિકા રાવત ઉપરાંત ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news