Video: બકરાના શિંગડા પકડીને બળજબરીથી હેરાન કરી રહ્યો હતો વ્યક્તિ, બકરાએ અપાવી દીધી નાની'ની યાદ

Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ બકરાના શિંગડાને પકડીને નીચે ખેંચવાનો પછાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં બીજી જ ક્ષણે વ્યક્તિને તેની ભૂલની સજા મળે છે.
 

Video: બકરાના શિંગડા પકડીને બળજબરીથી હેરાન કરી રહ્યો હતો વ્યક્તિ, બકરાએ અપાવી દીધી નાની'ની યાદ

Shocking Viral Video: સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. મૂંગા પ્રાણીઓને હેરાન કરતા લોકોના વીડિયો વારંવાર વાયરલ થતા રહે છે. જેને જોઈને દરેક લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર યૂઝર્સનો ગુસ્સો ફાટી નીકળતો જોવા મળી રહ્યો છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.

અવારનવાર શેરીઓમાં રખડતા રખડતા પશુઓને કારણે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો શાંતિપ્રિય પશુઓને પરેશાન કરતા જોવા મળે છે. જેના કારણે ઘણી વખત મુંગા પશુઓ પણ પલટી મારીને હુમલો કરતા જોવા મળે છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આવું જ એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેને જોઈને યુઝર્સ તેને ખરાબ કાર્યોનું ખરાબ પરિણામ ગણાવી રહ્યા છે.

બકરાને પરેશાન કરતો હતો માણસ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેને મોહમ્મદ કાસિમ કાદરીએ પોતાના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સફેદ શર્ટ અને લુંગી પહેરેલો એક વ્યક્તિ બળપૂર્વક બકરાંને પરેશાન કરી રહ્યો છે. જે દરમિયાન વ્યક્તિ પડી ગયા પછી પણ બકરાના શિંગડાને વાળીને બકરાને પછાડવાની કોશિશ કરતો જ રહે છે.

વીડિયોને 2 મિલિયન વ્યૂઝ મળ્યા છે
એક ક્ષણે તે વ્યક્તિ બકરાને છોડીને જાય છે પણ બકરો આ ભૂલી શકતો નથી અને આક્રમક રીતે તેની પાછળ દોડે છે અને તેને નીચે પછાડી દે છે. જેને જોઈને બધાનું હાસ્ય અટકવાનું નામ નથી લઈ રહ્યું. હાલમાં આ સમાચાર લખાય છે ત્યાં સુધી, સોશિયલ મીડિયા પર આ વીડિયોને 87 હજારથી વધુ લાઈક્સ અને 23 લાખથી વધુ યૂઝર્સે જોઈ લીધો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ભાઈ, ઉડતા તીર લેવાનો સ્વાદ આવ્યો'. અન્ય એક યુઝરે લખ્યું કે ફરી તેની પાસે ન જતો.

આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news