શું નાગિન ખરેખર નાગના મૃત્યુનો બદલો લે છે? જાણી લો આમાં કેટલું છે સત્ય

સદીઓથી દુનિયામાં સાપને લગતી અનેક માન્યતાઓ ચાલી રહી છે. ભારતમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો નાગને મારી નાખવામાં આવે છે, તો તેનો નાગિન ચોક્કસપણે બદલો લે છે. આવો જાણીએ આ દંતકથાઓમાં કેટલું સત્ય છે.

શું નાગિન ખરેખર નાગના મૃત્યુનો બદલો લે છે? જાણી લો આમાં કેટલું છે સત્ય

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત વિક્ટોરિયા મ્યુઝિયમમાં સાપની સૌથી વધુ પ્રજાતિઓ છે. અહીં સાપ સંબંધિત અભ્યાસ સતત કરવામાં આવે છે. જેના પરિણામો તેમની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ અભ્યાસના આધારે આજે આપણે સાપ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓનું સત્ય જાણીશું.

માન્યતા 1:- સાપ હંમેશા જોડીમાં ફરે છે.
સત્ય:- સામાન્ય રીતે બે સાપ માત્ર પ્રેમ અને સમાગમ દરમિયાન એક જ જગ્યાએ હોય છે, પરંતુ તેઓ એકસાથે ચાલતા નથી. કારણ કે, મોટા સાપ સામાન્ય રીતે નાનાને મારીને ખાય છે.

માન્યતા 2:- સાપ વાટકામાં રાખેલુ દૂધ પીવા આવે છે.
સત્યઃ- તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સરિસૃપ ડેરી ઉત્પાદનોને પચાવી શકતા નથી. તેથી જ તેમને દૂધ પીવાની કોઈ ખાસ ઈચ્છા નથી. જો કે, તરસ્યા હોવાથી તેઓ કંઈપણ પી શકે છે.

માન્યતા 3:- ખતરાની જાણ થતાં માદા સાપ તેના બાળકને ગળીને બચાવે છે.
સત્ય:- જો કોઈ સાપ કોઈને ગળી જાય તો તેના પાચન રસને કારણે અંદર જઈને તરત જ મરી જાય છે.

માન્યતા 4:- જો સાપનું માથું કાપી નાખવામાં આવે તો તે સૂર્યાસ્ત સુધી જીવે છે.
સત્ય:- માથું કપાયા પછી સાપનું શરીર થોડા સમય માટે જીવંત રહે છે, પરંતુ એવું નથી કે તે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી જીવંત રહે છે. 

માન્યતા 5:- જો તમે નાગને મારશો તો નાગિન ચોક્કસ તેનો બદલો લેશે.
સત્ય:- સાપને કોઈ પ્રકારનું સામાજિક બંધન નથી હોતું અને ન તો તેઓ હુમલાખોરને ઓળખતા હોય છે. સાપની બુદ્ધિ કે યાદશક્તિ એટલી તીક્ષ્ણ હોતી નથી. આ પ્રકારની મૂંઝવણ ફેલાવવામાં બોલિવૂડની ફિલ્મોનો મોટો ફાળો છે.

આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news