Coronaupdate : આજનો સૌથી ઇમોશનલ વીડિયો, પોચા લોકોને આવી જશે આંસું

કોરોના વાયરસના પગલે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં દેશના હેલ્થ વોરિઅર્સ દિવસ-રાત કોરોના વાયરસ સામે લડી રહ્યા છે

Coronaupdate : આજનો સૌથી ઇમોશનલ વીડિયો, પોચા લોકોને આવી જશે આંસું

કર્ણાટક : કોરોના વાયરસના પગલે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં દેશના હેલ્થ વોરિઅર્સ દિવસ-રાત કોરોના વાયરસ સામે લડી રહ્યા છે અને એનો પુરાવો છે લેટેસ્ટ વાઇરલ વીડિયો. કર્ણાટકના આ વીડિયોમાં એક છોકરી તેની માતાને મળવા માગતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ છોકરી દૂરથી જ તેની માતાને જોઈને રડવા લાગે છે. આ છોકરીની માતા નર્સ છે અને કોરોના વાયરસની કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં  15 દિવસથી ઘરે નથી ગઈ.

Countless "Angels in White" are sacrificing a lot for Citizens. Let us stay indoors & ensure this menace ends soon.#ThankYouCoronaWarriors pic.twitter.com/DmXdVQ8uBY

— BJP Karnataka (@BJP4Karnataka) April 8, 2020

આ વાઇરલ વીડિયોની તપાસ કરતા માહિતી મળી છે કે નર્સનું નામ સુગંધા છે અને તે છેલ્લા 15 દિવસથી ઘરે નથી ગઈ. તે પોતાની ત્રણ વર્ષની દીકરીને પણ નથી મળી રહી કારણ કે તેને ડર છે કે તેનો ચેપ તેના પરિવારને ન લાગી જાય. 

બીજેપીના કર્ણાટક એકમે સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે કોરોના સામે લડી રહેલી નર્સને મળવા માટે દીકરી દૂરથી રડી રહી છે. દેશનો મેડિકલ સ્ટાફ કોરોના વાયરસ સામે દિવસ-રાત લડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news