Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..

Viral Video વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કર્મચારી વાઘની પાછળ જાય છે. જો વાઘ આક્રમક થયો હોત તો કર્મચારીનું બચવું મુશ્કેલ હતું. જેનાથી સવાલ એ ઉભો થાય કે શું વીડિયો બનાવવો આટલો જરૂરી હતું? શું જીવ જોખમમાં મુકીને આવું કરવું યોગ્ય છે?

Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..

મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ટાઈગર રિઝર્વનો એક કર્મચારી જાનની બાજી લગાવીને જીવની બાજી લગાવીને જતો જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો જંગલ સફારી કરવા ગયેલા કોઈ પર્યટકે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કર્મચારી વાઘની પાછળ જાય છે. જો વાઘ આક્રમક થયો હોત તો કર્મચારીનું બચવું મુશ્કેલ હતું. જેનાથી સવાલ એ ઉભો થાય કે શું વીડિયો બનાવવો આટલો જરૂરી હતું? શું જીવ જોખમમાં મુકીને આવું કરવું યોગ્ય છે?

— Jayprakash Singh (@jayprakashindia) January 6, 2023

વીડિયો સામે આવતા જ પન્ના ટાઈગર રિઝર્વના અધિકારીનો જવાબ સામે આવ્યો છે. આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે જલ્દી કાર્રવાઈ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે.

જ્યારે પર્યટકોને યમદૂત લાગ્યો ગેંડો!

કેટલાક દિવસ પહેલા માનસ નેશનલ પાર્કનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ગેંડો પર્યટકોની પાછળ દોડતો જોવા મળ્યો. એક સમયે તો પર્યટકોના જીવ જાણે પડીકે બંધાઈ ગયા હતા. મહિલાઓની તો ડરના કારણે હાલત ખરાબ થઈ ગઈ હતી.

— BHN न्यूज़ (@bhn_news) December 31, 2022

ગેંડાને જોતા જ મહિલા ચીસો પાડવા લાગી અને ડ્રાઈવરને ગાડીની સ્પીડ વધારવાનું કહ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોઈને લોકો ગભરાઈ ગયા હતા. જો કે, નસીબના હિસાબે બચી ગયા. કેટલાક લોકોએ આ માટે પર્યટકોને જવાબદાર ગણાવીને કહ્યું કે, કેટલાક બેજવાબદાર લોકો તેમની મજા માટે પ્રતિબંધિત વિસ્તારમાં પણ ચાલ્યા જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news