ભાગલાએ જુદા કર્યા... હવે 74 વર્ષ બાદ કરતારપુર કોરિડોર દ્વારા બે ભાઈઓનું થયું મિલન, ભાવુક કરે તેવો Video

1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોહમ્મદ સિદ્દીક નવજાત હતા. તેમનો પરિવાર પણ આ  ભાગલામાં વહેંચાઈ ગયો.

ભાગલાએ જુદા કર્યા... હવે 74 વર્ષ બાદ કરતારપુર કોરિડોર દ્વારા બે ભાઈઓનું થયું મિલન, ભાવુક કરે તેવો Video

નવી દિલ્હી: 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોહમ્મદ સિદ્દીક નવજાત હતા. તેમનો પરિવાર પણ આ  ભાગલામાં વહેંચાઈ ગયો. તેમના મોટાભાઈ હબીબ ભારતમાં રહી ગયા અને હવે 74 વર્ષ બાદ પાકિસ્તાનના ગુરુદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડતા કરતારપુર કોરિડોરના કારણે આ  બંને ભાઈઓ એકવાર ફરીથી ભેગા થયા. 

બંને ભાઈઓનો ભાવુક કરી નાખનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને હ્રદયસ્પર્શી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે. જ્યારે હબીબ ભારતના પંજાબમાં રહે છે. વીડિયોમાં બંને ભાઈઓ એકબીજાને પકડીને રડી રહ્યા છે. ત્યાં ઊભેલા લોકો એકીટસે તેમને જોઈ રહ્યા છે. 

રિપોર્ટ મુજબ જ્યારે સોશિયલ મીડિયા દ્વારા હબીબના પરિવારે તેના ગૂમ થયેલા ભાઈની ભાળ મેળવી અને પછી જ્યારે શીખોના પાવન તીર્થસ્થળ કરતારપુર કોરિડોરને ખોલવામાં આવ્યો ત્યારે બંનેએ મળવાની તૈયારીઓ પણ કરી લીધી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2022

હબીબે આ દરમિયાન પોતાના ભાઈને જણાવ્યું કે તેણે લગ્ન કર્યા નથી અને આજીવન માતાની સેવા કરતા રહ્યા. જો કે પરિવારના સભ્યોનું મિલન આ એકમાત્ર મામલો નથી. પંજાબના હોશિયારપુર જિલ્લાની રહીશ સુનિતા દેવીએ પણ પાકિસ્તાનમાં રહેતા તેના સંબંધીઓને મળવા માટે સરહદ પાર કરી હતી. ભાગલા સમયે સુનીતા દેવીના પિતા  ભારતમાં રહી ગયા અને તેમના  ભાઈ પાકિસ્તાનના ફૈસલાબાદ જતા રહ્યા.  હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news