Watch Viral Video: હે ભગવાન! મેટ્રોમાં સીટ માટે કોઈ આટલું બેશર્મ બની શકે ખરું? મહિલાએ જુઓ શું કર્યું
એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જે દિલ્હી મેટ્રોનો હોવાનું કહેવાય છે. વીડિયો જોયા બાદ લોકોનું કહેવું છે કે આ મહિલાએ તો હદ કરી નાખી. તમે પણ જુઓ અને કહો કે આવું કરાય?
Trending Photos
મેટ્રોના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેય લવર્સના તો ક્યારેક લડાઈ ઝઘડાના. ક્યારેક તો વિવાદ એ હદે વધી જાય છે કે ન થવાનું પણ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જે દિલ્હી મેટ્રોનો હોવાનું કહેવાય છે. જો કે ઝી24કલાક આ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં મહિલા સીટ પર બેસવાની જીદ કરતી જોવા મળે છે. વીડિયો જોયા બાદ લોકોનું કહેવું છે કે આ મહિલાએ તો હદ કરી નાખી.
યુવકના ખોળામાં જઈ બેઠી
મેટ્રો ટ્રેનનો આ વાયરલ વીડિયો જેમાં જોવા મળે છે કે એક મહિલા સીટ પર બેસવા મુદ્દે એક યુવક સાથે ઝઘડી પડે છે. મહિલા કહે છે કે મારે અહીં જ બેસવું છે. વિવાદ વધતો જોઈે લોકોએ એ વ્યક્તિને ઊભા થઈ જવાની પણ સલાહ આપી. પરંતુ તે ત્યાંથી ઉઠ્યો નહીં. જો કે બાજુમાં બેઠેલો વ્યક્તિ તરત ઊભો થઈ ગયો. જો કે મહિલાનું કહેવું હતું કે જ્યાં યુવક બેઠો છે તે ત્યાં જ બેસશે.
જ્યારે યુવક ઊભો ન થાયો તો મહિલાએ કહ્યું કે હવે તો હું પણ બેશર્મ બની જાઉ છું. હું પણ અહીં જ બેસીશ, અમને શું ફરક પડશે. આમ કહીને મહિલા યુવકના ખોળામાં બેસી ગઈ. મહિલાએ કહ્યું કે હું તો સમયપુર બાદલી સુધી જવાની છું. મહિલા એવું પણ કહેતી જોવા મળે છે કે તે બેસી રહે, મારે શું. અમ તો નિયમ કાયદાથી ચાલીએ છીએ. આ બધા વચ્ચે બાજુની સીટ ખાલી થઈ તો એક અન્ય મહિલા આવીને બેસી ગઈ. મહિલા તો યુવકના ખોળામાં બેસીને જ મુસાફરી કરતી જોવા મળી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો ખુબ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે જો આ હરકત કોઈ અન્ય છોકરાએ કરી હોત તો અત્યાર સુધીમાં તો કેસ દાખલ થઈ ગયો હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે