વિકાસ દુબે મામલે UP પોલીસનો મોટો ખુલાસો, ગેંગસ્ટરના કોલ રિકોર્ડથી ખુલ્યું આ રહસ્ય
Trending Photos
નવી દિલ્હી: હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દુબે ગેંગમાં પોલીસના બે બરતરફ કરેલા જવાનો પણ સામેલ હતા. આ વાતનો ખુલાસો યૂપી પોલીસ અને એસટીએફની તપાસમાં થયો છે.
જોકે, એસટીએફની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે, આ બંને ઘટનાના દિવસે (બિકારુ ગામમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો) ત્યાં હાજર નહોતા. પરંતુ પોલીસ, માહિતી આપનાર અને અન્ય બાબતોની કામગીરીની રીતને લઈને તેમણે વિકાસ દુબેને ઘણીવાર મદદ કરી હતી. આ બંને પોલીસકર્મીઓ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી અને કેવી રીતે મેળવી શકશે તે અંગે ગેંગસ્ટરોને સંપૂર્ણ માહિતી આપતા હતા.
એસટીએફની તપાસ દરમિયાન બરતરફ કરાયેલા બંને પોલીસકર્મીઓના નંબરો ગેંગસ્ટર વિકાસ દુબેની સીડીઆર (કોલ ડિટેઇલ રેકોર્ડ)માં મળી આવ્યા હતા, જેના વિશે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. વિકાસના એન્કાઉન્ટર બાદ પોલીસ તેના નેટવર્ક અને અનેક પોલીસ સાથેના જોડાણને લઇ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે