જ્યારે ગટરની સફાઇ માટે કલેક્ટર પોતે જ કુદી પડ્યાં, મુખ્યમંત્રીએ કર્યા વખાણ

મધ્યપ્રદેશના વિદિશામાં જિલ્લા કલેક્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. લોકો તેમના વખાણ કરતા નથી થાકી રહ્યા. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહ હાથમાં પાવડો લઇને પોતે જ ગટરમાં સફાઇ કરવા માટે ઉતરી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે પણ તેમના વખાણ કર્યા હતા. વિદિશાના કલેક્ટરે સફાઇ અભિયાન મુદ્દે અનોખો આદર્શ સ્થાપિત કર્યો છે. 
જ્યારે ગટરની સફાઇ માટે કલેક્ટર પોતે જ કુદી પડ્યાં, મુખ્યમંત્રીએ કર્યા વખાણ

વિદિશા: મધ્યપ્રદેશના વિદિશામાં જિલ્લા કલેક્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. લોકો તેમના વખાણ કરતા નથી થાકી રહ્યા. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહ હાથમાં પાવડો લઇને પોતે જ ગટરમાં સફાઇ કરવા માટે ઉતરી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે પણ તેમના વખાણ કર્યા હતા. વિદિશાના કલેક્ટરે સફાઇ અભિયાન મુદ્દે અનોખો આદર્શ સ્થાપિત કર્યો છે. 

ત્રિપલ તલાક બિલ અંગે આઝમ ખાને કહ્યું કુરાનથી અલગ કોઇ મંતવ્ય મંજુર નહી
સિંહ પોતાના હાથમાં પાવડો અને તગારુ લઇને નાળુ સાફ કરવા માટે ઉતરી પડ્યા. તેમને આવું કરતા જોઇને કર્મચારી અને સામાન્ય નાગરિકો પણ તેમની સાથે જોડાઇ ગયા અને સફાઇમાં લાગી ગયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે કલેક્ટર વિક્રમ સિંહ હાલના દિવસોમાં રોજ એવું કરે છે. તેઓ દરરોજ શહેરનાં માર્ગોના કિનારા પર રહેલ નાળાઓની સફાઇ કરતા જોવા મળે છે. તેમના હાથમાં પાવડો હોય છે. જ્યારે સાથે જ તેઓ નાળામાંથી નિકળતો કચરો તગારા દ્વારા બાજુમાં રહેલ ટ્રોલીમાં ફેંકે છે. 

બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કલેક્ટર કોશલેન્દ્ર વિક્રમ સિંહના વખાણ થઇ રહ્યા છે. કમલનાથે ટ્વીટ કરીને લખ્યું કે, વિદિશા કલેક્ટર તથા તેમની ટીમ દ્વારા સફાઇ વ્યવસ્થા મુદ્દે જે કરાઇ રહ્યું છે જે ખુબ જ સરાહનીય અને પ્રશંસનીય છે. બીજા લોકો માટે પણ પ્રેરક છે. મહાત્મા ગાંધીજીનો સંદેશ કોઇ કાર્ય મોટુ કે નાનુ નથી હોતું, નક્કી કરી લેવામાં આવે તો દરેક વસ્તું શક્ય છે. 

રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન, એઇમ્સ લીધા અંતિમ શ્વાસ
બીજી તરફ ખુદ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, કર્મચારીઓને ખીજાઇને સરેરાશ કક્ષાનું કામ પણ થઇ શકે છે. પરંતુ તેમના પ્રોત્સાહન માટે સ્વયં સહભાગી થવું જરૂરી છે. જે કામ સમાજ માટે કરવાનું છે, તેમાં સમાજને સાથે લઇને ચાલવું પડે છે. હાલ કૌશલેન્દ્ર વિક્રમ સિંહની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. તેઓ નાળાની સફાઇ કરતા પોતાના હાથથી તગારામાં ભરીને ફેંકતા જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news