પત્રકાર હત્યા કેસ: ગુરમીત રામ રહીમ દોષિત જાહેર, સજાની જાહેરાત 17 જાન્યુઆરીએ કરાશે

હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમા પંચકૂલાની સીબીઆઈની વિશેષ કોર્ટે આજે ચુકાદો આપ્યો.

પત્રકાર હત્યા કેસ: ગુરમીત રામ રહીમ દોષિત જાહેર, સજાની જાહેરાત 17 જાન્યુઆરીએ કરાશે

ચંડીગઢ: હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમા પંચકૂલાની સીબીઆઈની વિશેષ કોર્ટે આજે ચુકાદો આપ્યો. જેમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. રામ રહીમને શું સજા થશે તેની જાહેરાત કોર્ટ 17 જાન્યુઆરીએ કરશે.  આ મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ મુખ્ય આરોપી હતો. સુનાવણી શરૂ થઈ તે પહેલા જ પંચકૂલામાં સીબીઆઈની વિશેષ કોર્ટની સુરક્ષા વધારવામાં આવી હતી. કોર્ટ પરિસર અને આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાયો. દુષ્કર્મના કેસમાં સજા સંભળાવ્યાં બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે એકદમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજુ કરાયો હતો. 

— ANI (@ANI) January 11, 2019

હરિયાણામાં ખાસ કરીને પંચકૂલા, સિરસા (ડેરા હેડક્વાર્ટર), અને રોહતક જિલ્લાઓમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. કાયદા વ્યવસ્થા સંબંધિત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સશસ્ત્ર પોલીસની અનેક કંપનીઓ, રમખાણ વિરોધી પોલીસ અને કમાન્ડો દળને તહેનાત કરાયા છે. 

હરિયાણાના પોલીસ અધિકારી મોહમ્મદ અકીલે કહ્યું કે હરિયાણામાં સુરક્ષા ચુસ્ત કરાઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ જિલ્લાની પોલીસને લોકોને કારમ વગર ભેગા થતા રોકવા અને વધુ નિગરાણી રાખવાના નિર્દેશ અપાયા છે. તેમણે કહ્યું કે અનેક જિલ્લાઓમાં નાકાબંધી પણ કરાઈ છે. 

પોલીસે વધુમાં જણાવ્યું કે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટરની નજીક વધારાનો પોલીસ કાફલો તહેનાત કરાયો છે. ઓગસ્ટ 2017માં રામ રહીમને સજા સંભળાવાયા બાદ હરિયાણાના સિરસા અને પંચકૂલામાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 40થી વધુ લોકોના મોત થયા હતાં. તથા અનેક લોકો ઘાયલ થયા હતાં. 51 વર્ષનો રામ રહીમ તેની બે અનુયાયીઓ પર બળાત્કારના મામલે રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news