તમે જાણો છો મહાત્મા ગાંધીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય શું હતું? આ જરૂરથી વાંચો...

ગાંધીજીના સ્વાસ્થ્ય પર આધારિત એક પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય હતું.

તમે જાણો છો મહાત્મા ગાંધીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય શું હતું? આ જરૂરથી વાંચો...

નવી દિલ્હી: મહાત્મા ગાંધીના નિધનના 71 વર્ષ બાદ તેમના સારા સ્વાસ્થ્યને લઇને મોટો ખુલાસો થયો છે. ગાંધીજીના સ્વાસ્થ્ય પર આધારિત એક પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય હતું. પુસ્તકના અનુસાર તેમણે દ્રઢતાથી શાકાહારી ભોજન સ્વિકાર્યું અને ખુલ્લામાં વ્યાયામ કર્યું કેમકે તેમનું માનવું હતું કે, વ્યાયામ મન અને શરીર માટે એટલું જ આવશ્યક છે તેટલું જ ભોજન મન, હાડકા અને માંસ માટે આવશ્યક છે.

રાષ્ટ્રપિતાની 150મી જયંતીના સમય પર ભારતીય ચિકિસ્તા અનુસંધાન પરિષદ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગાંધી એન્ડ હેલ્થ@150માં’ મહાત્મા ગાંધીની આહારથી લઇને તેમને થયેલા રોગોના સંબંધમાં જાણકારી આપવામાં આવી છે.

રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં સંરક્ષિત પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગાંધીના ભોજનની સાથે પ્રયોગો, લાંબા ઉપવાસો અન ચિકિત્સીય સહાયતા લેવામાં આનાકાની કેટલાક પ્રસંગો પર તેમનું સ્વાસ્થ્ય ખરાબ કર્યું હતું અને તેમણે અનુભવ્યું હતું કે, તેઓ ‘મૃત્યુના દરવાજે ઉભા છે.’

આઇસીએમઆરના ‘સંગ્રહણીય સંસ્કરણ’ના અનુસાર ગાંધીના પોતાના જીવનના વિભિન્ન ચરણો દરમિયાન કબજિયાત, મેલેરિયા અને પ્લુરિસી (એવી સ્થિતિ જેમાં ફેફસામાં સોજા આવી જાય છે) સહિતની ઘણી બિમારીઓનો સામનો કરવો પડ્યો હતો.

પુસ્તકના અનુસરા ગાંધીને ત્રણ વખત 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. આ ઉપરાંત તેઓ પ્લુરિસીથી પણ પીડિત હતા. તેમણે 1919માં મસા અને 1924માં ઍપેન્ડિસિટીસનું ઓપરેશન પણ કરાવ્યું હતું.

આ પુસ્તકનું વિમોચન 20 માર્ચે દલાઇ લામાએ કર્યું હતું. પુસ્તકના અનુસાર લંડનમાં વિદ્યાર્થી જીવનમાં ગાંધીજી દરરોજ સાંજે લગભગ 8 કિલોમીટર ચાલતા હતા અને પથારીમાં સુતા પહેલા 30-40 મિનિટ માટે ફરી ચાલવા જતા હતા. ગાંધીજીના સારા સ્વાસ્થ્યનો શ્રેય મોટાભાગે તેમનું શાકાહારી ભોજન અને ખુલ્લી હવામાં વ્યાયામ કરવાને આપવામાં આવ્યું છે.

ગાંધીજીનું વજન 46.7 કિલોગ્રામ હતું. 70 વર્ષની ઉંમરે તેમની બોર્ડ માસ ઇન્ડેક્સ 17.1 હતું. જેને સ્વાસ્થ્ય જાણકારો ‘ઓછું વજન’ માને છે.

પુસ્તકના ‘નિયર ડેથ્સ ડોર’ ખંડમાં ગાંધીજીને ભોજન સાથે પ્રયોગો, લાંબા ઉપવાસો અને ચિકિસ્તા સહાયતા ના લેવાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેનાથી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ ખરાબ થઇ ગઇ અને તેમને લાગ્યું કે, ‘તેઓ મૃત્યુના દરવાજે ઉભા છે.’

પુસ્તકમાં તેમના દ્રઢ વિશ્વાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળપણમાં માતાનું દૂધ પીવાના ઉપરાંત લોકોએ તેમના દૈનિક આહારમાં દૂધને સામેલ કરવાની આવશ્યક્તા નથી. તેમણે ગાય અથવા ભેંસનું દૂધ ના પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે ઘરેલૂ ઉપચાર અને પ્રાકૃતિક ચિકિસ્તા પર તેમના વિશ્વાસને રેખાંકિત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news