Vasant Panchami: વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની આવી રીતે કરો પૂજા, આ ચડાવો પ્રસાદ

વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનો ખાસ મહિમા છે. સાથે જ માતા સરસ્વતીને પ્રિય ભોગ ધરાવવાથી દેવીની કૃપા થાય છે.

Vasant Panchami: વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની આવી રીતે કરો પૂજા, આ ચડાવો પ્રસાદ

દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુક્લ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમી આવે છે. આ દિવસે મા સરસ્વતીના આશીર્વાદથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.

આવી રીતે કરો પૂજા
પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે. આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.

આ મુહૂર્તમાં કરો પૂજા
પૂજા કરવા માટે 16 ફેબ્રુઆરી સવારે 3 વાગ્યેને 36 મિનિટનું મુહૂર્ત શુભ છે. આ મુહૂર્ત 17 તારીખે સવારે 5 વાગ્યેને 46 મિનિટે સમાપ્ત થશે. આ સાથે 16 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યેને 59 મિનિટથી બપોરના 12 વાગ્યાને 35 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે. સાચા મુહૂર્ત પર માતાનું પૂજન કરવાથી લાભ જલ્દી મળે છે.

માતાને ચડાવો આ પ્રસાદ
આ દિવસે પીળા વસ્ત્ર પહેરીને પૂજા કરવી પડે. જો તમે પૂજા કરવા માંગો છો તો, સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરી પીળા મીઠા ભાત બનાવો અને માતાને ભોગ ધરાવો. સાથે જ પ્રસાદમાં પીળા લાડૂ, બૂંદી, માલપુવા અને ખીર ધરાવો. સાથે જ આ દિવસે પીળી વસ્તુઓ અને પુસ્તકોનું દાન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news