ગુજરાત સરકારના આ વિભાગમાં કરવામાં આવશે મોટી ભરતી, જાણો તમામ વિગતો

ગૌણસેવા પસંદગી મંડળમાં જોડાવવા માટે યુવાનો વર્ષો સુધી મહેનત કરતા હોય છે અને લાખો ઉમેદવારો માંથી અમુક ઉમેદવારની પસંદગી કરવા માટે આવી છે. ગૌણસેવા પસંદગી મંડળમાં સારા પગાર ધોરણ નોકરી કરવા માગતા યુવાનો માટે સારી તક. પસંદગી મંડળમાં ઘણા લાબા સમય પછી 600થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી.

ગુજરાત સરકારના આ વિભાગમાં કરવામાં આવશે મોટી ભરતી, જાણો તમામ વિગતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત હોઈકોર્ટ અને અલગ-અલગ શહેરોમાં મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે. ગૌણસેવા પસંદગી મંડળમાં જોવા માગતા યુવાનો માટે સારા સમાચાર કહી શકાય કેમ કે 2021ની શરૂઆતમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા યુવાનો ગૌણસેવાની પરીક્ષાને પાસ કરવા મોકો મળ્યો છે.

શૈક્ષણિક લાયકાત
ઉમેદવારને ગૌણસેવા પસંદગી મંડળમાં જોડાવવા માટે સ્નાતકની લાયકાત ધરાવતા હોવો જોઈએ. ગૌણસેવા પસંદગી મંડળમાં કોઈ પણ અનુભવ વગર વ્યક્તિ તે અરજી કરી શકશે.

ઉમેદવારની પસંદગી પ્રકિયા
ઉમેદવારની પસંદગી પ્રકિયા સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે કરવામાં આવશે. અરજી કરેલા ઉમેદવારમાંથી 15 ઘણા ઉમેદવારને 100 ગુણમાંથી 25% લાવવાના રહેશે. 25% ગુણ લાવનાર ઉમેદવારને PET માટે બોલાવવામાં આવશે. ઉમેદવાર તે તારીખ ૦૫/૦૨/ર૦૨૧ (બપોરના ૧૪-૦૦ કલાક) થીતા.૦૧/૦૩/ર૦૨૧ (સમય રાત્રીના ૨૩-૫૯ કલાક) દરિમયાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર ઓન-લાઈન અરજી કરી શકશે.

વય મર્યાદા
ઉમેદવારની વય 18 થી 35 વર્ષ સુધી માન્ય ગણાશે. OBC કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષે અને SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોન-ક્રિમિનલ, EWSનું સર્ટિફિકેટ અને અન્ય જરૂરી લાયકાત માટે તા.૦૧/૦૩/૨૦૨૧ના પ્રમાણપત્રને માન્ય ગણવામાં આવશે. 

પગાર ધોરણ
ઉમેદવારને ગૌણસેવા પસંદગી મંડળમાં પહેલા 5 વર્ષ માટે 20 હજાર રૂપિયા ફિક્સ આપવામાં આવશે. ત્યારબાદ પગાર ઘોરણના આધારે વધારો કરવામાં આવશે.

પરીક્ષા ફી 
ગૌણસેવા પસંદગી મંડળમાં જનરલ કેટેગરીના ઉમેદવારને 100 રૂપિયા અને અન્ય 12 રૂપિયા પોસ્ટમાં ચલણ ભરવાનુ રહેશે.પોસ્ટ ઓફŽસમાં ફી ભરવાની છેલ્લી તા૦૬/૦૩/ર૦૨૧ રહેશે. OBC, SC, ST અને EWS કેટેગરીના ઉમેદવારને કોઈ ફી ભરવાની રહેશે નહીં.

નોંધ-
ઉમેદવારે એક વાર ફી ભર્યા પછી પરત આપવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news