હાસ્ય કલાકારોની ફાની દુનિયામાંથી ગુજરાતના ખ્યાતનામ એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ 'બંધુ' નું દુઃખદ નિધન, હાસ્ય કલાકારોની ફાની દુનિયામાંથી જામનગરના એક સિતારાએ અલવિદા લીધી છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાનો એક આગવી ઓળખ ઉભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા.
જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમુજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે ફાની દુનિયાને અલવિદા કહી અને તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.
સદગતની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન ર૦૩, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-૧ જામનગરના સ્થળેથી થી બપોરે ૪.૩૦ વાગ્યે નીકળશે. આજકાલ પરિવાર પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે