ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવત બોલ્યા, ફાટેલું જીન્સ પહેરે છે મહિલાઓ, આ કેવા સંસ્કાર?
બાળ અધિકાર સંરક્ષણ પંચની એક કાર્યશાળાનું મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઉદ્ઘાટન કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યું કે, બાળકોમાં કેવા સંસ્કાર આવે છે, તે માતાપિતા પર નિર્ભર કરે છે.
Trending Photos
દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પહેલા અચાનક મુખ્યમંત્રી બનવા પર ચર્ચામાં રહ્યા, તો હવે રાવત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે કે આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરીને ચાલી રહી છે, શું આ બધુ યોગ્ય છે. આ કેવા સંસ્કાર છે.
હકીકતમાં બાળ અધિકાર સંરક્ષણ પંચની એક કાર્યશાળાનું મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઉદ્ઘાટન કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યું કે, બાળકોમાં કેવા સંસ્કાર આવે છે, તે માતાપિતા પર નિર્ભર કરે છે.
આ દરમિયાન તેમણે એક ઘટના સંભળાવી, મુખ્યમંત્રીએ કહ્યું, 'જ્યારે તે જહાજમાં એકવાર ઉડાન ભરી રહ્યાં હતા તો તેમણે જોયું કે એક મહિલા પોતાના બે બાળકોની પાસે બેઠી હતી, તો ફાટેલું જીન્સ પહેર્યું હતું. મેં તેને પૂછ્યું કે બહેનજી ક્યાં જવાનું છે તો મહિલાએ જવાબ આપ્યો દિલ્હી જવું છે, તેમના પતિ જેએનયૂમાં પ્રોફેસર છે અને તે ખુદ એનજીઓ ચલાવે છે.'
મુખ્યમંત્રી તીરથ સિંહે આગળ જણાવ્યુ કે, મેં વિચાર્યુ કે મહિલા ખુદ એનજીઓ ચલાવે છે અને ફાટેલું જીન્સ પહેર્યું છે, તે સમાજમાં શું સંસ્કૃતિ ફેલાવતી હશે. અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે આમ નહતું.
પશ્ચિમી સભ્યતાને આગળ વધારી રહ્યાં છે યુવા
અહીં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, યુવાઓમાં નશાની પ્રવૃતિ વધી રહી છે. નશા સહિત તમામ વિકૃતિઓથી બાળકોને બચાવવા માટે તેમણે સંસ્કારવન બનાવવું પડશે, સાથે પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત ન થવા જોઈએ. તેમણે કહ્યું કે, સંસ્કારિત બાળકો કોઈપણ ક્ષેત્રમાં અસફળ નથી થતા.
તીરથ સિંહ રાવત બોલ્યા કે ચિંતાજનક વાક છે કે આપણા દેશના યુવા પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, નશા મુક્તિ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં માત્ર સરકારી પ્રયાસ પૂરતો નથી તે માટે સામાજીક સંગઠનો, સંસ્થાઓ અને સમાજના ગણમાન્ય લોકોએ પણ આગળ આવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે