ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતનું અમેરિકામાં સારવાર દરમિયાન નિધન
Trending Photos
નવી દિલ્હી: ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતનું અમેરિકામાં નિધન થયું છે. તેઓ અમેરિકામાં ફેફસાની બીમારીની સારવાર હેઠળ હતાં. તેમના નિધન બાદ ઉત્તરાખંડમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ગુરુવારે તમામ સરકારી ઓફિસો અને શાળાઓમાં રજા રહેશે.
પ્રકાશ પંત થોડા દિવસ અગાઉ સારવાર માટે અમેરિકા ગયા હતાં. આ અગાઉ તેમની સારવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં થઈ હતી. જો કે તેમની બીમારી અંગે બહુ સ્પષ્ટ જાણકારી અપાઈ નહતીં. પ્રકાશ પંતનો જન્મ 11 નવેમ્બર 1960ના રોજ પિથોરાગઢ ઉત્તરાખંડમાં થયો હતો. તેઓ પિથોરાગઢ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 દરમિયાન ચૂંટાઈ આવ્યાં હતાં.
જુઓ LIVE TV
મુખ્યમંત્રી સંભાળી રહ્યાં હતાં તેમના વિભાગનો કાર્યભાર
પ્રકાશ પંતની બીમારી બાદ તેમના વિભાગને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સંભાળી રહ્યાં હતાં. પ્રકાશ પંત ઉત્તરાખંડ સરકારમાં સંસદીય કાર્ય, વિધાયી કાર્ય, ભાષા, નાણા, વ્યવસાયિક કર, સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન, મનોરંજન કર, એક્સાઈઝ, પેયજળ અને સ્વચ્છતા, ખાંડ તથા શેરડી વિકાસ વિભાગોનો કાર્યભાર સંભાળતા હતાં. સીએમ રાવતે ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે ઉત્તરાખંડમાં મારા વરિષ્ઠ સહયોગી અને પ્રદેશના નાણામંત્રી શ્રી પ્રકાશ પંતનું અમેરિકામાં સારવાર દરમિયાન નિધનના સમાચાર જાણીને સ્તબ્ધ પણ છુ અને વ્યથિત પણ. પ્રકાશજીનું જવું એ મારા માટે વ્યક્તિગત તથા અપૂર્ણીય ક્ષતિ છે. તેમના નિધનથી અમારો ત્રણ દાયકા જૂનો સાથ યાદોમાં રહી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે