Uttarakhand: CM તીરથ રાવતનું નવુ 'જ્ઞાન'- અમેરિકાએ આપણને 200 વર્ષ ગુલામ બનાવી રાખ્યા
Uttarakhand Latest News: ખુરશી સંભાળ્યા બાદ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સતત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હજુ ફાટેલા જીન્સનો વિવાદ શાંત પડ્યો નથી ત્યાં તેમણે ફરી વિવાદિત નિવેદન આપી દીધું છે.
Trending Photos
દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં છે. મહિલાઓના ફાટેલા જીન્સ પહેરવાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે હવે દેશની ગુલામીને લઈને તેમનું જ્ઞાન સામે આવ્યું છે. રવિવારે એક કાર્યક્રમમાં તીરથ સિંહ રાવતે કહ્યુ કે, અન્ય દેશોની તુલનામાં ભારત કોરોના સંકટનો સામનો કરવા સારૂ કામ કરી રહ્યું છે. તો અમેરિકા, જેણે આપણને 200 વર્ષ ગુલામ બનાવી રાખ્યા અને દુનિયા પર રાજ કર્યું, વર્તમાન સમયમાં તે સંઘર્ષ કરી રહ્યું છે.
તીરથ સિંહ રાવતે કહ્યુ કે, કોરોના કાળમાં સરકાર તરફથી દરેક ઘરમાં પ્રતિ યૂનિટ 5 કિલો રાશન આપવામાં આવ્યું, જેના 10 હતા તેના 50 કિલો, 20 હતા તો ક્વિન્ટલ ભરી રાશન આપવામાં આવ્યું. છતાં પણ પરેશાની થવા લાગી કે 2 વાળાને 10 કિલો અને 20 વાળાને ક્વિન્ટલ ભરી મળ્યું. તેમાં સમસ્યા શેની? જ્યારે સમય હતો તો તમે 2 પેદા કર્યા 20 નહીં.
#WATCH "...As opposed to other countries, India is doing better in terms of handling #COVID19 crisis. America, who enslaved us for 200 years and ruled the world, is struggling in current times," says Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/gHa9n33W2O
— ANI (@ANI) March 21, 2021
અમેરિકાએ 200 વર્ષ ગુલામ બનાવીને રાખ્યા
તીરથ સિંહ રાવતે આગળ કહ્યુ કે, કોરોના મહામારીથી આપણે 200 વર્ષ સુધી ગુલામ બનાવી રાખનાર અમેરિકા હલી ગયું. તેમણે કહ્યું કે, અન્ય દેશોની તુલનામાં ભારત કોરોના સંકટનો સામનો કરવામાં સારૂ કામ કરી રહ્યું છે. તો અમેરિકા, જેણે આપણને 200 વર્ષ ગુલામ બનાવીને રાખ્યા અને દુનિયા પર રાજ કર્યું, વર્તમાન સમયમાં સંઘર્ષ કરી રહ્યું છે.
વિશ્વ વાનિકી દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા રાવત
હકીકતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત રવિવારે વિશ્વ વાનિકી દિવસની તકે નૈનીતાલ જિલ્લાના રામનગરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં લોકોને સંબોધિત કરતા તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે