#ZeeMahaExitPoll: યૂપીમાં ભાજપને મોટુ નુકસાન, ABP-NEILSONના સર્વેમાં ગઠબંધનને 56 સીટો

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી રણમાં બધાની નજર ઉત્તર પ્રદેશ પર છે. ABP-NEILSON સર્વેમાં યૂપીમાં ભાજપને મોટુ નુકસાન થઈ શકે છે. 
 

  #ZeeMahaExitPoll: યૂપીમાં ભાજપને મોટુ નુકસાન,  ABP-NEILSONના સર્વેમાં ગઠબંધનને 56 સીટો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી રણમાં તમામની નજર ઉત્તર પ્રદેશ પર ટકેલી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 સીટો છે. હવે બે ન્યૂઝ ચેનલના સર્વોના પરિણામોમાં યૂપીની તસ્વીર વિચિત્ર જોવા મળી રહી છે. ABP-NEILSON સર્વેમાં યૂપીમાં ભાજપને મોટુ નુકસાન થઈ શકે છે. ગઠબંધનને 56 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપને 22 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ માત્ર અનુમાન છે, અંતિમ પરિણામ નથી. મતોની ગણતા 23 મેએ થશે. તો Times now - VMRનો સર્વે બિલ્કુલ અલગ તસ્વીર રજૂ કરી રહ્યો છે. Times now - VMRના સર્વે પ્રમાણે યૂપીમાં ભાજપને 58 સીટ, મહાગઠબંનને 22 સીટ, કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. 

ઉત્તર પ્રદેશમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકતરફો વિજય હાસિલ કરતા 74 સીટો પર ભગલો લહેરાવ્યો હતો. તો શું આ વખતે પણ પીએમ મોદીનો જાદૂ ચાલી શકશે? તેનો જવાબ થોડીવારમાં આવતા એક્ઝિટ પોલના પરિણામમાં જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને મહાગઠબંધન વચ્ચે મુકાબલો હતો. 

લોકસભા ચૂંટણીમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. મહાગઠબંધના ખેમાની વાત કરીએ તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી મેદાનમાં છે. તેની સામે ભાજપ તરફથી ભોજપુરી અભિનેતા દિનેશ લાય યાદવ ઉર્ફ નિરહુઆ છે. રાષ્ટ્રીય લોકદલના અધ્યક્ષ અજીત સિંહ મુજફ્ફરનગરથી કિસ્મત અજમાવી રહ્યાં છે. તેનો મુકાબલો પૂર્વ કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન સામે છે. 

ભાજપના મોટા ચહેરા, જેની પ્રતિષ્ઠા દાવ પર
ઉત્તર પ્રદેશથી ભાજપના ઘણા મોટા ચહેરાની પ્રતિષ્ઠા દાવ પર છે. મોદી સરકારના ઘણા પ્રધાનો મેદાનમાં છે. ગાઝિયાબાદથી પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વીકે સિંહ એકવાર ફરી ભાજપની ટિકિટ પરથી મેદાનમાં હતા. વીકે સિંહનો મુકાબલો કોંગ્રેસની ડોલી શર્મા અને ગઠબંધનના ઉમેદવાર સુરેશ બંસલ સામે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news