Girls Fight Video: છોકરીઓ વચ્ચે બાથંબાથીમાં તમામ મર્યાદાઓ પાર, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, Video Viral

Gorakhpur Viral Video: ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરના ગોલઘરમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલીક છોકરીઓ બાથંબાથી કરતી જોવા મળી રહી છે. 

Girls Fight Video: છોકરીઓ વચ્ચે બાથંબાથીમાં તમામ મર્યાદાઓ પાર, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, Video Viral

ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરના ગોલઘરમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલીક છોકરીઓ બાથંબાથી કરતી જોવા મળી રહી છે. 

બંને જૂથ વચ્ચે લગભગ 20 મિનિટ સુધી ખુબ લડાઈ થઈ. આ દરમિયાન તેમણે એકબીજાના વાળ ખેંચ્યા અને લાફાવાળી કરી. કેન્ટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શું છે મામલો
આ ઘટના ગોલઘર સ્થિતિ જીડીએ ટાવરમાં ગુરુવાર રાતે ઘટી. અહીં રેસ્ટોરન્ટમાં છોકરીઓના બે જૂથ વચ્ચ મારામારી શરૂ થઈ ગઈ. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક છોકરી બીજી છોકરીના વાળ ખેંચીને ઢસડી રહી છે. આ દરમિયાન કેટલીક છોકરીઓ વચ્ચે પડીને બચાવ કરવાનો કોશિશ કરે છે તો બીજી છોકરી તેને  થપ્પડ મારવાનું શરૂ કરી દે છે. 20 મિનિટ સુધી બંને જૂથ વચ્ચે મારપીટ થતી રહે છે. છોડાવવાની કોશિશ વચ્ચે પણ થપ્પડ અને ઘૂંસા ચાલતા જ રહ્યા. 

— Pragati Chand (@PragatiChand2) February 24, 2023

પોલીસ સામે પણ મારપીટ
મારપીટની સૂચના મળતા જ કેન્ટ પોલીસકર્મીએ તેમને અલગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંને જૂથની છોકરીઓ મારપીટ પર ઉતરી આવી હતી. પોલીસકર્મીએ છોડાવવાના  ખુબ પ્રયત્નો કર્યા. ત્યારે ભારે મથામણ બાદ છોકરીઓ માની. છોકરીઓ ક્યાંની છે અને તેમના વચ્ચે આ મારપીટ કેમ થઈ તે હજુ જાણવા મળ્યું નથી. એસપી સિટી  કૃષ્ણકુમાર બિશ્નોઈએ કહ્યું કે ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોની તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news