બુલંદ શહેરકાંડ બાદ યોગીએ ગૌહત્યા મુદ્દે આપ્યા કડક કાર્યવાહીનાં આદેશ, તંત્ર દોડતું થયું
ગૌહત્યા જે વિસ્તારમાં થયાનું બહાર આવશે તે વિસ્તારનાં કલેક્ટર અને પોલીસ અધિકારી વ્યક્તિગત્ત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે
Trending Photos
લખનઉ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૌહત્યા, ગૌવંશના બિનકાયદેસર વેપાર અને બિનકાયદેસર રીતે સંચાલિત કતલખાનાઓ વિરુદ્ધ પ્રભાવી કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારનાં એક પ્રવક્તાના અનુસાર યોગીએ કહ્યું કે, આ અંગે કોઇ બેદરકારીની પરિસ્થિતીમાં જિલ્લાધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષક વ્યક્તિગત્ત રીતે દોષીત અને જવાબદાર થશે. આ મુદ્દે કોઇ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહી આવે.
પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રદેશનાં મુખ્ય સચિવ અનુપ ચંદ્ર પાંડે દ્વારા આજે અહીં યોજના ભવનમાંએક ખાસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાધિકારીઓ તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકોને મુખ્યમંત્રીએ નિર્દેશ અંગે માહિતી આપવામાં આવી. મુખ્ય સચિવે જિલ્લાધિકારીઓ તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે કરવામાં આવી રહેલી કાર્યવાહીનો સંયુક્ત રિપોર્ટ પ્રત્યેત અઠવાડીયે મુખ્ય સચિવ કાર્યાલય તથા પોલીસ મહાનિર્દેશક કાર્યાલય ખાતે ફરજીયાત પહોંચાડવાનાં નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ફિલ્ડમાં રહેલ પોલીસ ડીઆઇજી, આઇજી અને એડીજીને પણ પોતાનાં વિસ્તારનાં પેટ્રોલિંગ દરમિયાન ક્યાંય પણ આ પ્રવૃતી ન ચાલતી હોય તેની ખાત્રી કરે.
મીડિયામાં પ્રકાશિત સમાચારોની ગંભીર નોંધ લઇને તપાસનાં આદેશ
મુખ્ય સચિવે જણાવ્યું કે, ગૌહત્યા કે તેને સંબંધિત ઘટના માટે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સીધો જવાબદાર ઠેરવવામાં આવે અને તેમાં પણ વ્યક્તિગત્ત નામ સાથે જવાબદાર ઠેરવવામાં આવે. ગૌહત્યા મુદ્દે કોઇ પણ ફરિયાદ કે મીડિયામાં પ્રકાશિત સમાચારને ગંભીરતાથી લેતા તેની તપાસ કરાવવામાં આવે. તેના માટે રાજ્યકર વિભાગને સક્રિય કરવામાં આવે. મામલતદાર અને નાયબ મામલતદાર સહિતનાં અધિકારીઓને આ મુદ્દે ખુબ જ સંવેદનશીલ રહેવાનાં આદેશો અપાયા છે.
મુખ્ય સચિવે કહ્યું કે, અસામાજીક તત્વો આ પ્રકારની કાવત્રાઓ ઘટીને રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે માટે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે ગ્રામ ચોકીદાર, બીટ કોન્સ્ટેબલ અને અન્ય સુત્રોની મદદથી માહિતી મળતે તો વાસ્તવિક ગુનેગારોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
પુરતી તપાસ બાદ જ સશસ્ત્ર લાઇસન્સની સ્વિકૃતી કરવામાં આવે
મુખ્ય સચિવે જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે સંપુર્ણ તપાસ બાદ જ સશસ્ત્ર લાઇસન્સ સ્વીકૃતી કરવામાં આવે. તમામ જિલ્લાના અધિકારીઓ આકસ્મીક રીતે જેલનું નિરીક્ષણ જરૂર કરે. ફિલ્માં રહેલા તંત્ર અને પોલીસ અધિકારી પોતાનાં મુખ્યમથક પર જ રહે જેથી પ્રભાવી નિરીક્ષણ કરી શકાય. આગામી તહેવારો અને મહત્વપુર્ણ આયોજન પર પણ બારીક નજર રાખવામાં આવે અને સતર્કતા વર્તવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે